ઉ. ભારત ‘હિમપ્રદેશ’ બન્યું, દિલ્હીમાં જાન્યુઆરી ત્રણ વર્ષમાં સૌથી ઠંડો
નવી દિલ્હી, કાશ્મીરમાં પર્વતીય વિસ્તારોમાં ફરીથી બરફવર્ષા થવાથી ઉત્તર ભારત હિમપ્રદેશમાં તબદીલ થઈ ગયું છે. દિલ્હીમાં જાન્યુઆરી માસની સવાર છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી ઠંડી રહી છે. જ્યારે ચંડીગઢમાં આશરે એક દાયકા બાદ તાપમાનનો પારો ફરી નીચે ગગડ્યો હોવાનું નોંધાયું છે.
હવામાન વિભાગ મુજબ કાતીલ ઠંડા પવનોને લીધે રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ઝારખંડ સહિતના રાજ્યોમાં શિયાળાએ જતા જતા ફરી લોકોને ચમકારાનો અનુભવ કરાવ્યો છે.
દિલ્હીમાં સવારનું લઘુત્તમ તાપમાન ત્રણ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ નોંધાયેલા ૧.૪ ડિગ્રી બાદનું સૌથી ઓછું હતું.આમ ત્રણ વર્ષ બાદ દિલ્હીવાસીઓને સવારમાં કાતિલ ઠંડીનો અહેસાસ થયો હતો.
દિલ્હીના સફદરગંજ સ્થિત ઓબ્ઝર્વેટરી ખાતે તાપમાનનો પારો ૩ ડિગ્રી નોંધાયો હતો જે સામાન્ય કરતા ચાર ડિગ્રીનો ઘટાડો હોવાનું દર્શાવતો હતો. હવામાન વિભાગના મતે કોલ્ડ વેવની સ્થિતિ યથાવત રહેશે અને ઠંડીમાં વધારો થવાની સંભાવના છે.SS1MS
