Western Times News

Gujarati News

બેંગકોક મુસાફર પાસેથી ૪૨ લાખનું વિદેશી ચલણ જપ્ત કર્યું

અમદાવાદ, શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એઆઈયુએ એક વિદેશી ચલણની હેરાફેરીનો પર્દાફાશ કર્યાે હોવાનું પ્રકાશમાં આવ્યું છે. બેંગકોક જઈ રહેલા એક મુસાફર પાસેથી કસ્ટમ્સ અધિકારીઓએ રૂપિયા ૪૨,૦૬,૩૪૦ની કિંમતની વિદેશી નોટો જપ્ત કરી હતી. આ ચલણી નોટો જપ્ત કરીને તેના સામે આગળની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

મળતી જાણકારી પ્રમાણે, કસ્ટમ્સ વિભાગને ચોક્કસ ગુપ્ત રાહે માહિતી મળી હતી કે એક મુસાફર ગેરકાયદે રીતે મોટી માત્રામાં વિદેશી ચલણની નિકાસ કરવાની ફિરાકમાં છે. આ બાતમીના આધારે એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ વોચ ગોઠવી હતી.

તપાસ દરમિયાન, અમદાવાદથી બેંગકોક જઈ રહેલી વિયેટજેટ એર ફ્લાઇટ વીઝેડ-૫૭૧માં બેઠેલા એક પુરુષ મુસાફરની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવ્યો હતો. જ્યારે અધિકારીઓએ મુસાફરના સામાનની ઝીણવટભરી તપાસ કરી, ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

મુસાફરે અત્યંત ચાલાકીથી તેના સામાનમાં વિદેશી નોટો છુપાવી હતી.વિદેશી નાગરિક પાસેથી કસ્ટમ્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી ચલણી નોટોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં ૧૦૦ ડોલરની નોટો (જેની કિંમત અંદાજે ૮,૯૧,૦૦૦) અને ૧૦૭૨ પાઉન્ડ સ્ટ‹લગની નોટો (જેની કિંમત અનુક્રમે ૧૨,૭૩,૩૦૦ અને ૨૦,૪૨,૦૪૦) મળી આવી હતી. આમ, કુલ મળીને ૧૧૭૨ વિદેશી ચલણી નોટો કબજે કરવામાં આવી હતી, જેની ભારતીય બજારમાં કુલ કિંમત અંદાજે ૪૨,૦૬,૩૪૦ જેટલી થવા જાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.