અમદાવાદ મ્યુનિ. હોસ્પિટલોમા દોરીથી થયેલ ઇજાના 128 કેસ નોંધાયા
AI Image
(પ્રતિનિધિ) અમદાવાદ, ઉતરાયણના પર્વ દરમિયાન પતંગની દોરીના કારણે ગળામાં ઇજા અને પડી જવાના કારણે ઇજા થવા ના બનાવો સામે વધુ આવતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ખાતે દોરીના કારણે ગળામાં ઇજાના કેસો સામે આવ્યા હતા અને તેઓને સારવાર આપવામાં આવી હતી.
ઉતરાયણના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કુલ 128 લોકોને ગળામાં ઇજા થઈ હોવાની સારવાર આપવામાં આવી હતી જેમાં 120 જેટલા દર્દીઓને સારવાર આપી અને રજા આપવામાં આવી હતી.
જ્યારે આઠ જેટલા દર્દીઓ હાલ દાખલ છે જેમાં સૌથી વધારે મણિનગર ની અરજી હોસ્પિટલમાં 6, શારદાબેન હોસ્પિટલમાં અને વીએસ હોસ્પિટલમાં એક – એક દર્દી હાલ દાખલ છે. અત્યાર સુધીમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો કે અર્બન હેલ્થ સેન્ટરમાં કોઈપણ વ્યક્તિનું ઉતરાયણના તહેવાર દરમિયાન મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું નથી.
