મહારાષ્ટ્ર ચૂંટણીઃ BJPની આગેવાની હેઠળની મહાયુતિને ૧૦૭થી ૧૨૨ બેઠકો જીતવાની ધારણા
૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન પૂર્ણ થયું-બીએમસી કોણ જીતશે તેનો અંતિમ નિર્ણય આજે
(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન પૂર્ણ થયું છે. બધાની નજર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહત્વપૂર્ણ ચૂંટણીઓ પર છે. અહીં, ભાજપ અને એકનાથ શિંદેએ સાથે ચૂંટણી લડી હતી. જ્યારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ સાથે ચૂંટણી લડી હતી.
Counting is underway for party-wise numbers across 227 wards of the Brihanmumbai Municipal Corporation elections
બીએમસી કોણ જીતશે તેનો અંતિમ નિર્ણય ૧૬ જાન્યુઆરીએ થવાનો છે. જોકે, તે પહેલાં, એÂક્ઝટ પોલના ડેટામાં એક આશ્ચર્યજનક ખુલાસો થયો છે. બીએમસી પાસે કુલ ૨૨૭ વોર્ડ છે. શિવસેના અને એનસીપીમાં વિભાજન પછી આ પહેલી મ્યુનિસિપલ ચૂંટણી છે.
ડીવી રિસર્ચન એÂક્ઝટ પોલ ઃ ડીવી રિસર્ચ એÂક્ઝટ પોલ અનુસાર, ભાજપની આગેવાની હેઠળની મહાયુતિને ૧૦૭ થી ૧૨૨ બેઠકો જીતવાની ધારણા છે.
ઠાકરે બ્રધર્સના ગઠબંધનને ૬૮ થી ૮૩ બેઠકો મળવાની ધારણા છે. કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડીને ૧૮ થી ૨૫ બેઠકો મળવાની ધારણા છે. એનસીપી અજિત પવારને ૨ થી ૪ બેઠકો મળવાની ધારણા છે. અન્યોને ૮ થી ૧૫ બેઠકો મળવાની સંભાવના છે.
ડીવી રિસર્ચમાં વોટ શેર ઃ ભાજપના નેતૃત્વ હેઠળના મહાયુતિને ૪૧ ટકા વોટ મળવાનો અંદાજ છે. ઠાકરે બંધુઓના ગઠબંધનને ૩૩ ટકા, કોંગ્રેસ અને વંચિત બહુજન આઘાડીને ૧૩ ટકા, એનસીપી અજિત પવારને ૩ ટકા અને અન્યને ૧૦ ટકા વોટ મળવાનો અંદાજ છે.
