એર ઈન્ડિયાના સિંગાપોર જતાં વિમાનમાં આગ લાગી
નવી દિલ્હી, દિલ્હીમાં ૨૪ કલાકની અંદર એર ઇન્ડિયાના બે વિમાનોમાં સવાર મુસાફરો મોટી દુર્ઘટનાથી બચી ગયા. એક વિમાનના ઓક્સિલિયરી પાવર યુનિટમાં આગ લાગ્યા બાદ તેને તાત્કાલિક ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ઉતારવામાં આવ્યું, જ્યારે બીજા વિમાનના એન્જિનમાં એક કન્ટેનર ઘૂસી ગયું.
સદભાગ્યે, કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નહીં.સિંગાપુર જઈ રહેલું એર ઇન્ડિયાનું એક વિમાન ટેન્કિકલ ખામીના કારણે બુધવારે મોડીરાત્રે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પરત ફર્યું. પીટીઆઈએ સૂત્રોના હવાલે જણાવ્યું કે વિમાનમાં અંદાજે ૧૯૦ મુસાફરો સવાર હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ, ડ્રીમલાઇનર વિમાનમાં ઓક્સિલિયરી પાવર યુનિટમાં આગની ચેતવણી મળ્યા બાદ, વિમાન લગભગ એક કલાક સુધી હવામાં રહીને દિલ્હી પરત આવ્યું.પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું, “વિમાન દિલ્હી ખાતે સુરક્ષિત રીતે ઉતર્યું. દિલ્હીમાં અમારી ટીમોએ મુસાફરોને તમામ જરૂરી સહાય પૂરી પાડી અને તેમને વૈકલ્પિક વિમાન દ્વારા સિંગાપુર માટે રવાના કરવામાં આવ્યા.”
બોઇંગ ૭૮૭-૯ વિમાનથી સંચાલિત આ ફ્લાઇટ લગભગ એક કલાક સુધી હવામાં રહી હતી અને બુધવારે મોડીરાત્રે આશરે એક વાગ્યે દિલ્હી પરત ઉતરી હતી.એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ૧૦૧, જે દિલ્હીથી ન્યૂયોર્ક જઈ રહી હતી, ઇરાની એરસ્પેસ બંધ હોવાના કારણે દિલ્હી પરત આવી હતી. લેન્ડિંગ બાદ જ્યારે વિમાન ટેક્સી કરી રહ્યું હતું,
ત્યારે ઘન ધુમ્મસના કારણે ઓછી દૃશ્યતા હોવાથી એક બેગેજ કન્ટેનર એન્જિનમાં ઘૂસી ગયું. આ કારણે જમણા એન્જિનને નુકસાન થયું અને વિમાનને તાત્કાલિક અટકાવવું પડ્યું. વિમાનમાં સવાર એક મુસાફરે આ ઘટનાને પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી હતી.SS1MS
