વિદ્યાર્થિનીઓની છેડતી મામલે સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિનું મોં કાળું કરાયું
રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. ગિરીશ ભીમાણીએ આબુના પ્રવાસમાં દારૂના નશામાં વિદ્યાર્થિનીઓની છેડતી કર્યાના ગંભીર આક્ષેપો મામલે ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ. દ્વારા આક્રમક દેખાવો કરવામાં આવ્યા હતા.
વિરોધ પ્રદર્શન દરમિયાન એન.એસ.યુ.આઈ.ના કાર્યકરોએ ગિરીશ ભીમાણીને રસ્તામાં રોકીને તેમના ચહેરા પર શાહી લગાવી મોં કાળું કર્યું હતું. વિદ્યાર્થી સંગઠને આ તકે સૂત્રોચ્ચાર કરી પૂતળા દહન પણ કર્યું હતું.
અમરેલીમાં બનેલી આટલી ગંભીર ઘટના બાદ પણ હજુ સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. , અમરેલી જિલ્લા વિદ્યાસભાના નિયામક તરીકે ગિરીશ ભીમાણી કાર્યરત હતા. દરિમયાન આબુ પ્રવાસ વખતે તેમણે દારૂના નશામાં ૧૦ જેટલી વિદ્યાર્થિનીઓની છેડતી અને અડપલાં કર્યા હોવાના આક્ષેપો લાગ્યા છે.
એન.એસ.યુ.આઈ.ના પ્રદેશ પ્રમુખે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, તાજેતરમાં આબુ ટૂર દરમિયાન ભીમાણીએ નશાની હાલતમાં વિદ્યાર્થિનીઓ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. આ આક્ષેપો બાદ ગજેરા સંકુલ દ્વારા તેમને તમામ જવાબદારીઓ અને પદ પરથી તાત્કાલિક મુક્ત કરી દેવામાં આવ્યા હતા.એન.એસ.યુ.આઈ. દ્વારા આ મામલે પોલીસ તપાસની ઉગ્ર માંગ કરવામાં આવી છે.
સંગઠનનું કહેવું છે કે આ પ્રવાસ જે હોટલમાં રોકાયો હતો તેના સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને ગિરીશ ભીમાણી વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવે. આક્ષેપ છે કે આ કિસ્સામાં સમાધાન કરી લેવામાં આવતા ફરિયાદ નોંધાતી નથી, પરંતુ વિદ્યાર્થી હિતમાં આ મામલે કડક કાર્યવાહી થવી અનિવાર્ય છે, તેમ સોલંકીએ ઉમેર્યું હતું.SS1MS
