Western Times News

Gujarati News

સંસ્કારી નગરી વડોદરામાં નશામાં ધૂત યુવતીનો હાઈવોલ્ટેજ ડ્રામા

વડોદરા, સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા વિસ્તારમાં ગતરાત્રે (૧૫મી જાન્યુઆરી) એક નશામાં ધૂત યુવતીએ ભારે હોબાળો મચાવતા પોલીસ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. નશાની હાલતમાં આ યુવતીએ પોલીસની પીસીઆર વાન પર ચઢી જઈને તેણે ડ્રામા કર્યાે કે કલાકો સુધી લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર, આ યુવતીનો તેના પ્રેમી સાથે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

ત્યારબાદ ગુસ્સામાં આવેલી અને નશાની હાલતમાં રહેલી યુવતીએ રસ્તા પર હંગામો કરવાનું શરૂ કર્યું હતું. યુવતીએ ગામ માથે લીધું હોય તેમ બેફામ વર્તન કર્યું હતું. જ્યારે મકરપુરા પોલીસની પીસીઆર વાન ઘટનાસ્થળે પહોંચી, ત્યારે યુવતી સીધી પોલીસ વાનની ઉપર ચઢીને બેસી ગઈ હતી અને પોલીસ તેમજ ત્યાં હાજર લોકો સાથે અભદ્ર વર્તન કરવા લાગી હતી.

સ્થળ પર એક સાથે ૩ થી ૪ પીસીઆર વાનનો કાફલો ખડકી દેવાયો હતો, પરંતુ યુવતીના નશાધૂત અને આક્રમક વલણને કારણે મહિલા પોલીસકર્મીઓ પણ થોડો સમય લાચાર બની ગયા હતા.સૂત્રોના જણાવ્યાનુસાર, આ યુવતી અવારનવાર આવી હરકતો કરતી હોવાથી તેના પરિવારજનો પણ તેનાથી ત્રાસી ગયા છે. સ્થાનિક રહીશો પણ યુવતીના રોજના ત્રાસથી પરેશાન હોવાથી આખરે પોલીસને જાણ કરવાની ફરજ પડી હતી.

મકરપુરા પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના પરિવારજનોને બોલાવીને આ અંગે જાણ કરવામાં આવી છે. જાહેરમાં નશો કરી હંગામો કરવા બદલ તેમજ સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.