ટી૨૦ વર્લ્ડ કપ માટે ભારતે ઇંગ્લેન્ડના બે ખેલાડીને વિઝા આપ્યા નથી
લંડન, ફેબ્›આરીમાં ભારત અને શ્રીલંકામાં આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપ યોજાનારો છે અને તે માટે તમામ ટીમ તૈયારી કરી રહી છે પરંતુ ઇંગ્લેન્ડની ટીમની તૈયારીમાં વિક્ષપ પડ્યો છે કેમ કે તેના બે ખેલાડી આદિલ રશીદ અને રેહાન અહેમદને હજી સુધી ભારત સરકાર તરફથી વિઝા મળ્યા નથી.
આ વિલંબનો અર્થ એ થયો કે પાકિસ્તાની મૂળ ધરાવતા આ બંને ખેલાડી ઇંગ્લેન્ડની ટીમના બાકીના ખેલાડીઓ સાથે પ્રવાસ કરશે નહીં. ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપ માટે ભારત આવતાં અગાઉ શ્રીલંકામાં ત્રણ વન-ડે અને ત્રણ ટી૨૦ મેચની સિરીઝમાં રમવાની છે.
હવે આ સિરીઝમાં આદિલ રશીદ અને રેહાન અહેમદ રમે તેવી સંભાવના ઓછી છે કેમ કે આ સિરીઝ વર્લ્ડ કપની તૈયારીરૂપે યોજાનારી છે. આદિલ રશીદ હાલમાં સાઉથ આળિકા ટી૨૦માં રમી રહ્યો છે જ્યારે રેહાન અહેમદ બિગ બેશમાં રમવા ઓસ્ટ્રેલિયા ગયો છે. એવી આશા રખાય છે કે તેમને વિઝા ફાળવવામાં આવશે તો તેઓ સીધા જ ભારતમાં ટીમની સાથે જોડાઈ જશે. પરંતુ તેઓ શ્રીલંકામાં રમે તેવી શક્યતા ઓછી છે.
એક અહેવાલ મુજબ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) ને ખાતરી આપવામાં આવી છે કે તેમની અરજીઓ પર કોઈ વાંધો નથી અને પ્રક્રિયા ઝડપી બનાવવા માટે બ્રિટન સરકાર પાસેથી મદદ માગવામાં આવી છે. જોકે આ અંગે કોઈ સમય મર્યાદા નિશ્ચિત કરવામાં આવી નથી.આમ રશીદ અને અહેમદ હાલના તબક્કે ઉપલબ્ધ નથી તેવા સંજોગોમાં ઇંગ્લેન્ડની ટીમમાં હવે માત્ર લિયમ ડાઉસન એકમાત્ર સ્પિનર રહી ગયો છે.
આ સંજોગોમાં અગાઉની યોજનાથી વિપરીત જેકોબ બેથેલ અને વિલ જેક્સ પાસે હવે કામચલાઉ બોલિંગ નહીં પરંતુ વધુ ઓવર બોલિંગ કરાવવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડની ટીમ ૨૨મી જાન્યુઆરીથી શ્રીલંકા સામેની ત્રણ મેચની વન-ડે સિરીઝનો પ્રારંભ કરનારી છે. ત્યાર બાદ ટી૨૦ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમ આઠમી ફેબ્›આરીએ મુંબઈ ખાતે નેપાળ સામે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.SS1MS
