શાહિદની ઓ રોમિયોનું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મોકૂફ
મુંબઈ, શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ઓ રોમિયો’નું ટ્રેલર લોન્ચ છેલ્લી ઘડીએ મુલત્વી રહ્યું હોવાનું કહેવાય છે. હુસૈન અસ્તરાની દીકરીએ ફિલ્મ નિર્માતાઓ પાસેથી બે કરોડની માગણી કરી છે અને પોતાની કેટલીક ડિમાન્ડ સંતોષાય નહિ ત્યાં સુધી ફિલ્મની રીલિઝ મુલત્વી રાખવા ચેતવણી આપી છે.
તેના પગલે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાય છે. ફિલ્મ સાથે સંકળાયેલાં વર્તુળોના દાવા અનુસાર સલામતીનાં કારણોસર ફિલ્મનું ટ્રેલર લોન્ચ કેન્સલ કરાયું છે. આ ફિલ્મ હુસૈન અસ્તરાની જીવનકથા પર આધારિત હોવાનું કહેવાય છે. જોકે, ફિલ્મ સર્જક વિશાલ ભારદ્વાજે ક્યારેય આ બાબતે ફોડ પાડયો નથી.
હુસૈન અસ્તરાની દીકરી સનોબર શેખે વિશાલ ભારદ્વાજને આપેલી નોટિસ અનુસાર આ ફિલ્મમાં તેનાં પિતાનું ચિત્રણ ખોટી રીતે કરાયું હોવાની તેને શંકા છે. આથી, તેણે પોતાની કેટલીક શંકાઓનું સમાધાન માગ્યું છે અને વળતર પેટે રૂ. બે કરોડ આપવાની માગણી કરી છે. જોકે, આ સમગ્ર વિવાદ અંગે ફિલ્મની ટીમ તરફથી સત્તાવાર રીતે કશું જણાવાયું નથી.SS1MS
