Western Times News

Gujarati News

મુંબઈ મહાનગરપાલિકામાં BJPને બહુમતીઃ કુલ 227 બેઠકોમાંથી 118 પર ભાજપ આગળ

મહારાષ્ટ્રની 29માંથી 23 કોર્પોરેશનમાં ભાજપ+ આગળ, મુંબઈ-નાગપુર-પુણેમાં મોટી લીડ; લાતુર-ચંદ્રપુરમાં કોંગ્રેસને બહુમતી

મુંબઈ, મહારાષ્‍ટ્રમાં BMC સહિત ૨૯ શહેરોમાં યોજાયેલી મ્‍યુ.કોર્પો.ની ચૂંટણીમાં શરૂઆતના તબક્કામાં ભાજપના નેતૃત્‍વ હેઠળની મહાયુતિનો ઘોડો ટ્રેન્‍ડમાં હરીફોથી આગળ દોડી રહયો છે.

મુંબઈ: કુલ બેઠકો- 227, બહુમતી: 114

BJP+ ઉદ્ધવ શિવસેના+ કોંગ્રેસ NCP (અજીત)
118 70 12 00

🗳️ મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીના પ્રારંભિક વલણો

તમારા શેર કરેલા અહેવાલ મુજબ, મહારાષ્ટ્રની ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીમાં પ્રારંભિક ગણતરીમાં ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતી આગળ ચાલી રહી છે.

📊 મુખ્ય શહેરોમાં સ્થિતિ

  • મુંબઈ (BMC – ૨૨૭ બેઠકો)
    • ભાજપ મહાયુતી: ૫૧ બેઠકો પર આગળ
    • ઠાકરે બ્રધર્સ: ૩૦ બેઠકો પર આગળ
    • કોંગ્રેસ: ૧૦ બેઠકો પર આગળ
  • પૂણે (૧૬૫ બેઠકો)
    • ભાજપ: ૪૨
    • એનસીપી: ૧૪
    • કોંગ્રેસ: ૧
    • શિવસેના: ૨
  • નાગપુર (૧૫૧ બેઠકો)
    • ભાજપ: ૨૭
    • એનસીપી: ૨
  • નાસિક (૧૨૨ બેઠકો)
    • ભાજપ: ૧
  • સંભાજીનગર (૧૧૫ બેઠકો)
    • ભાજપ: ૮
    • શિવસેના: ૪
    • કોંગ્રેસ: ૧

⏱️ ગણતરી પ્રક્રિયા

  • ગણતરી તબક્કાવાર કરવામાં આવી રહી છે.
  • એક સમયે ફક્ત ૨ વોર્ડની ગણતરી થશે.
  • શરૂઆતમાં ૪૬ વોર્ડમાં ગણતરી શરૂ થઈ છે.
  • અંતિમ પરિણામો સામાન્ય કરતાં લગભગ એક કલાક મોડા જાહેર થવાની શક્યતા.

મુંબઈ-પૂણે-નાગપુર-થાણે-પનવેલ-સાંગલી વગેરે શહેરોમાં પ્રારંભે જ ભાજપ મહાયુતિ એ લીડ લઈ લીધી છે. ઈન્‍ડીયા ટીવીના ટ્રન્‍ડ મુજબ BMCની ૨૨૭ બેઠકો પર ભાજપ યુતિ ૫૧ પર તો ઠાકરે બ્રધર્સ ૩૦ બેઠકો પર આગળ ચાલી રહયા છે. અહી પવાર ચાચા-ભતીજાના જોડાણનું સુરસુરિયું થઈ ગયું છે. કોંગ્રેસ ૧૦ વોર્ડ-બેઠકોમાં આગળ ચાલે છે.

શરૂઆતના વલણોમાં આ લખવામાં આવી રહયું છે, ત્‍યારે પૂણેમાં ૧૬૫ બેઠકોમાંથી બીજેપી ૪૨, એનસીપી ૧૪, કોંગ્રેસ ૧ અને શિવસેના ૨ બેઠકો પર આગળ છે. નાગપુરમાં ૧૫૧ બેઠકોમાંથી બીજેપી ૨૭ અને એનસીપી ૨ બેઠકો પર આગળ છે. ત્‍યારે નાસિકમાં ૧૨૨ બેટકોમાંથી બીજેપી ૧ બેઠક પર આગળ છે. સંભાજીનગરમાં ૧૧૫ બેઠકોમાંથી બીજેપી ૮, શિવસેના ૪ અને કોંગ્રેસ ૧ બેઠકો પર આગળ છે. પ્રારંભિક વલણોમાં પક્ષો વચ્‍ચે કાંટે કી ટક્કર જોવા મળી છે.

આ વખતે, ગણતરી તબક્કાવાર કરવામાં આવશે, જેના કારણે અંતિમ પરિણામો જાહેર થવામાં વિલંબ થઈ શકે છે. બીએમસીના જણાવ્‍યા મુજબ, એક સમયે ફક્‍ત બે વોર્ડની ગણતરી કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે શરૂઆતમાં ફક્‍ત ૪૬ વોર્ડમાં જ ગણતરી શરૂ થશે. અધિકારીઓ કહે છે કે આ પ્રક્રિયા વલણોમાં વિલંબ કરી શકે છે અને બધા વોર્ડમાંથી પરિણામો માટે વધુ રાહ જોવી પડી શકે છે.

શહેર કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્‍યું હતું કે અંતિમ પરિણામો સામાન્‍ય કરતાં લગભગ એક કલાક મોડા જાહેર થઈ શકે છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે તબક્કાવાર ગણતરીથી સ્‍ટાફ ઓછા વોર્ડ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરી શકશે, જેનાથી કાર્યક્ષમતામાં વધારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.