માયાવતીના ભાઇએ વિજળી બિલ નહીં ભરતા કનેકશન કપાયું
નોઇડા, વિજળી વિભાગે બિલ બાકી હોવાને કારણે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભાઇ આનંદ કુમારના મકાનનું વિજળીનું કનેકશન કાપી નાખ્યું છે.જા કે બિલનું વળતર કરી દીધા બાદ ફરી કનેકશન ચાલુ કરવામાં આવ્યું હતું.
આ મકાન પૂર્વ મુખ્યમંત્રીના પૈતૃક ગામ બાદલપુરમાં છે ગૌતમ બુધ્ધ નગરમાં ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશનના અધીક્ષણ અભિયંતા સીએલ મૌર્યાએ જણાવ્યું હતું કે ગામ બાદલપુરમાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભાઇનું મકાન છે આનંદ કુમાર પર વિજળી વિભાગના ૬૭,૦૪૯ રૂપિયાનુંં બિલ બાકી હતું. તેમણે કહ્યું કે બિલનાં વળતર માટે તેમને નોટીસ જારી કરવામાં આવી હતી આમ છતાં સમય પર તેમના દ્વારા બિલ ભરવામાં આવ્યું ન હતું આથી વિજળી વિભાગે તેમના મકાનનું કનેકશન કાપી નાખ્યું હતું અને બિલનું વળતર કરવા માટે જણાવ્યું હતું કે બાદમાં એક અધિકારીએ કહ્યું હતું કે નોટીસ બાદ વિજળી બીલ ભરવામાં આવતા મકાનનું કનેકશન ફરી ચાલુ કરવામાં આવ્યું હતું.
આ પહેલા પ્રદેશ સરકારે માયાવતીના ભાઇની સંપત્તિ પણ જપ્ત કરી હતી ત્યારે રાજય સરકારની આ કાર્યવાહી પર પૂર્વ મુખ્યમંત્રીએ કડક પ્રતિક્રિયા આપી હતી બસપાના સુપ્રીમોએ કહ્યું હતું કે કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપે ગત લોકસભાની ચુંટણી બેનામી સંપત્તિથી જ જીતી છે અને તેનો પહેલા તેનો ખુલાસો કરવો જાઇએ તેમણે કહ્યું કે જયારે દલિત અને વંચિત વર્ગના કોઇ વ્યÂક્તનો વિકાસ થાય છે તો ભાજપના લોકોને ખુબ પરેશાની થાય છે અને તે સત્તા અને સરકારી મશીનરીનો દુરૂપયોગ કરી પોતાના તરફથી જાતિવાદી દ્રેષ કાઢે છે.