બજેટ સત્રનો ૧૬ ફેબ્રુઆરીથી પ્રારંભ, સાત નવા બિલ રજૂ થવાની શક્યતા
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના પ્રોજેક્ટ્સની સમીક્ષા
ગાંધીનગર,ગુજરાત વિધાનસભાના આગામી બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારના બજેટ સત્રની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં બજેટની તૈયારીઓ અને રાજ્યના પ્રોજેક્ટ્સની સમીક્ષા કર્યા બાદ આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની પુનઃ રચના પણ કરવામાં આવી છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇ ૨૦૨૬-૨૭નું અંદાજ પત્ર રજૂ કરશે.
આગામી ૧૬ ફેબ્રુઆરીથી બજેટ સત્રનો પ્રારંભ થશે, જે ૨૫ માર્ચ સુધી ચાલશે. આ સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધનથી કરવામાં આવશે. સત્ર દરમિયાન વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી પણ યોજાશે. આગામી બજેટમાં મહત્ત્વના કાયદાકીય ફેરફારો થવાની પણ શક્્યતાઓ છે.
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી મહિનાઓમાં યોજાવાનું છે, જેમાં રાજ્યના નાણામંત્રી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭નું બજેટ રજૂ કરવામાં આવશે. આ સત્રમાં વિકાસલક્ષી યોજનાઓ, નવા વિધેયકો અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. સમિતિની આ પુનઃરચનાથી સત્રનું કાર્યક્રમ નક્કી કરવામાં સરળતા રહેશે અને સત્ર વધુ અસરકારક બને તેવી શક્્યતા છે. યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે.
જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે. બંધારણની કલમ ૪૪ હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે.
બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહિ. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહિ.
યુસીસી અંતર્ગત દરેક સમુદાય કે ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક, સંપતિ જેવી બાબતોમાં બધા માટે એક જ કાયદો લાગુ થશે. ઉદાહરણ તરીકે જે કાયદો હિંદુ ધર્મ માટે હશે તે જ કાયદો અન્ય ધર્મ માટે પણ હશે. તેમજ છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન નહિ કરી શકાય. શરીયત મુજબ મિલકતના ભાગ નહિ પડે. યુસીસીના અમલીકરણથી ધાર્મિક માન્યતાઓ કે રિવાજોમાં કોઈ જ બાબત નહિ બદલાય. આ ઉપરાંત લોકોના ખાનપાન, પૂજા, ડ્રેસિંગ વગેરે પર કોઈ અસર નહિ.
વિશ્વમાં એવા ઘણા દેશો છે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ યાદીમાં અમેરિકા, આયર્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઈન્ડોનેશિયા, સુદાન, ઈજીપ્ત જેવા ઘણા દેશોના નામ સામેલ છે. યુરોપમાં એવા ઘણા દેશો છે, જે ધર્મનિરપેક્ષ કાયદાનું પાલન કરે છે, જ્યારે ઇસ્લામિક દેશો શરીયા કાયદાનું પાલન કરે છે.
