‘છેલ્લા કેટલાક વર્ષાેમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલાવ આવ્યો છે’
મુંબઈ, જન્મે હિન્દુ પણ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનેલા ટેલેન્ટેડ મ્યુઝીક ડાયરેકટર એ.આર. રહેમાને ચોંકાવનારી વાત એક ઈન્ટરવ્યુમાં કહી છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રી કોમ્યુનલ (કોમવાદી) બની ગઈ છે, એક ઓસ્કાર વિનર સંગીતકારને કામ નથી મળી રહ્યું.એ.આર. રહેમાન નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં સંગીત આપી રહ્યા છે. રહેમાને તેની પાછળની ધાર્મિક સોચના બારામાં વાત કરી છે. તેણે જણાવ્યું હતું કે તે ખુદ એક બ્રાહ્મણ સ્કૂલમાં ભણ્યા છે.
એ.આર. રહેમાનનું કહેવું છે કે તેને ઓછું કામ મળી રહ્યું છે. જેનું કારણ તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને કહ્યું છે. તેમણે આ માટે છેલ્લા આઠ વર્ષાેમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સત્તા પરિવર્તન અને સાંપ્રદાયિક ભાવનાને જવાબદાર ગણાવી છે.તેમણે કહ્યું હતું કે, હું કામની તલાસમાં નથી હું ઈચ્છુ છું કે કામ મારી પાસે આવે. ઈમાનદારીથી કરવામાં આવેલા કામથી મને કમાણી થાય. કામની તલાશ માટે ભટકવું મારા માટે અપશુકન છે.‘
રામાયણ’ના બારામાં રહેમાને જણાવ્યું હતું કે, હું બ્રાહ્મણ સ્કૂલમાં ભણ્યો છું, અમારે ત્યાં દર વર્ષ ‘રામાયણ’ ‘મહાભારત’ વંચાતુ હતું. એટલે મને કથાનું જ્ઞાન છે. મને લાગે છે કે આપણે નાની વિચારધારા અને સ્વાર્થથી ઉપર જવું જોઈએ. મારી સાથે ‘રામાયણ’ ફિલ્મમાં કામ કરતો સંગીતકાર હંજ જિમર યહુદી છે, હું મુસલમાન છું અને રામાયણ હિન્દુ ધર્મગ્રંથ છે.SS1MS
