Western Times News

Gujarati News

ઝેબપેએ શિસ્તબદ્ધ રીતે લાંબા ગાળા માટે બિટકોઇનમાં રોકાણને પ્રોત્સાહન આપવા SIP શરૂ કરી

ZebPay Introduces SIPs to Promote Disciplined, Long-Term Bitcoin Investing.

ઝેબપે એસઆઈપી દૈનિક, સાપ્તાહિક અથવા માસિક ઓટોમેટેડ ક્રિપ્ટો રોકાણો સક્ષમ કરે છે

મુંબઈ, ભારતના અગ્રણી બિટકોઇન એક્સચેન્જીસ પૈકીના એક, ઝેબપેએ તેની સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેનાથી યુઝર્સ ઓટોમેટેડ, રિકરિંગ ક્રિપ્ટો રોકાણોનો લાભ મેળવી શકે છે. આ નવી સુવિધા ક્રિપ્ટો રોકાણ, ખાસ કરીને બિટકોઇન માટે શિસ્તબદ્ધ, લાંબા ગાળાના અભિગમને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે, જે ભારતીય રોકાણકારોને સુસંગતતા અને આત્મવિશ્વાસ સાથે બજારની અસ્થિરતા મેનેજ કરવામાં મદદ કરે છે.

લાંબા સમયથી ચાલતી બિટકોઈન-ફર્સ્ટ ફિલોસોફીને મજબૂત બનાવતા, ઝેબપે એ તેની એસઆઈપી ઓફરિંગ તૈયાર કરી છે, જેમાં વ્યવસ્થિત બિટકોઈન રોકાણ પર સ્પષ્ટ ભાર મૂકવામાં આવ્યો છે, સાથે જ 15 ક્રિપ્ટો રોકાણ જોડીઓના ક્યુરેટેડ સેટની ઍક્સેસ પણ આપવામાં આવી છે. બ્રાન્ડના “બિટકોઈન મેં પ્રો” સિદ્ધાંતમાં રહેલી આ પહેલ ઝેબપેના વિશ્વાસ પર ભાર મૂકે છે કે ક્રિપ્ટોમાં લાંબા ગાળાનું મૂલ્ય ટૂંકા ગાળાની અટકળોને બદલે શિસ્ત, સુસંગતતા અને જાણકાર ભાગીદારી દ્વારા બનાવવામાં આવે છે.

લોન્ચ અંગે પોતાના વિચારો રજૂ કરતા, ઝેબપેના સીઈઓ રાહુલ પાગીદીપતિએ જણાવ્યું હતું કે, “કોઈપણ લાંબા ગાળાની નાણાંકીય યાત્રાની જેમ, બિટકોઇનમાં રોકાણ શિસ્ત અને સુસંગતતાને વળતર આપે છે. જ્યારે બજારની અસ્થિરતા અનિવાર્ય છે, ત્યારે વ્યવસ્થિત રોકાણ યુઝર્સને આ ચક્રોને વધુ આત્મવિશ્વાસ સાથે આગળ વધવામાં મદદ કરી શકે છે. એસઆઈપીના લોન્ચ દ્વારા, અમે ભારતીય રોકાણકારો માટે લાંબા ગાળાની માનસિકતા અપનાવવાનું, રૂપિયા-ખર્ચ સરેરાશનો લાભ લેવાનું અને ક્રિપ્ટો ઇકોસિસ્ટમમાં વધુ સંરચિત અને જવાબદાર રીતે ભાગ લેવાનું સરળ બનાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ.”

નિશ્ચિત અંતરાલો પર નિયમિત રોકાણોને સક્ષમ કરીને, ઝેબપે એસઆઈપી યુઝર્સને પ્રતિક્રિયાત્મક નિર્ણય લેવાની ક્ષમતા ઘટાડવામાં અને ક્રિપ્ટો ઇકોસિસ્ટમમાં લાંબા ગાળાની ભાગીદારી પર કેન્દ્રિત શિસ્તબદ્ધ રોકાણની ટેવો બનાવવામાં મદદ કરે છે. આ સુવિધા પોતાની ક્રિપ્ટો સફર શરૂ કરી રહેલા પ્રથમ વખત રોકાણકારો અને વધુ માળખાગત રોકાણ અભિગમ ઇચ્છતા અનુભવી વપરાશકર્તાઓ બંને માટે યોગ્ય છે.

વધુમાં, ઝેબપે એસઆઈપી યુઝર્સને પ્લેટફોર્મની ક્વિક ટ્રેડ સુવિધા દ્વારા દૈનિક, સાપ્તાહિક અથવા માસિક ધોરણે તેમના ક્રિપ્ટો રોકાણોને ઓટોમેટ કરવા સક્ષમ બનાવે છે. રોકાણો પ્રવર્તમાન બજાર ભાવે ઓટોમેટિકલી કરવામાં આવે છે, જે હેન્ડ્સ-ફ્રી રોકાણ થઈ શકે છે તથા યુઝર્સને સમય જતાં તેમના ખરીદ ખર્ચને સરેરાશ કરવામાં મદદ કરે છે. યુઝર્સ લોક-ઇન્સ અથવા દંડ વિના કોઈપણ સમયે તેમની એસઆઈપી અટકાવવા, ફરી શરૂ કરવા અથવા રદ કરવાના વિકલ્પ સાથે સંપૂર્ણ સુગમતા પણ જાળવી રાખે છે.

ઝેબપેના સીઓઓ રાજ કરકરાએ જણાવ્યું હતું કે, “વર્ષોથી અમે બજારોને સતત ટ્રેક કર્યા વિના ક્રિપ્ટોમાં રોકાણ કરવા માટે સરળ, વધુ ઓટોમેટેડ રીતો શોધતા યુઝર્સમાં રસ વધતો જોયો છે. ઝેબપે એસઆઈપી મેન્યુઅલ રોકાણ સાથે સંકળાયેલા ઘર્ષણને ઘટાડીને યુઝર્સને નિયંત્રણ અને પારદર્શકતા પૂરી પાડવા માટે બનાવવામાં આવી છે. આ લોન્ચ ભારતના વિકસી રહેલા ક્રિપ્ટો સમુદાય માટે સાહજિક, સુસંગત અને રોકાણકાર-પ્રથમ સોલ્યુશન્સ બનાવવાના અમારા ચાલુ પ્રયાસોમાં વધુ એક પગલું દર્શાવે છે.”

ઝેબપે પર એસઆઈપી સેટ કરવાનું સરળ અને પારદર્શક બની રહે તે પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે. યુઝર્સ તેમની પસંદગીની ક્રિપ્ટો એસેટ પસંદ કરી શકે છે, ભારતીય રૂપિયામાં નિશ્ચિત રોકાણ રકમ સેટ કરી શકે છે અને તેમના નાણાંકીય લક્ષ્યો સાથે જોડાયેલી ઇન્વેસ્ટમેન્ટ ફ્રિકવન્સી પસંદ કરી શકે છે. દરેક એસઆઈપી અમલીકરણ ક્વિક ટ્રેડ માર્કેટ ઓર્ડર દ્વારા કરવામાં આવે છે, જેમાં ખરીદેલ ક્રિપ્ટો સીધા યુઝર્સના ખાતામાં જમા થાય છે. રોકાણકારો પાસે તેમની રોકાણ રકમ, લાગુ ફી અને અમલીકરણ ઇતિહાસમાં હંમેશા સ્પષ્ટ વિઝિબિલિટી હોય છે.

ઝેબપેની સુલભ અને જવાબદાર રોકાણ માટેની પ્રતિબદ્ધતા અનુસાર, એસઆઈપી ક્વિક ટ્રેડ જેવી જ ફી માળખાનું પાલન કરે છે. એક ખાસ લાભ તરીકે, યુઝર્સ પોતાનો પહેલો બિટકોઇન વ્યવહાર કરે છે, ભલે એસઆઈપી દ્વારા હોય, તેમને શૂન્ય-ફી અનુભવ મળશે, જેનાથી નવા રોકાણકારો માટે વ્યવસ્થિત બિટકોઇન રોકાણ તરફ તેમનું પ્રથમ પગલું ભરવાનું સરળ બનશે. આ જ પ્રકારે ઝેબપે એસઆઈપી કેવાયસીનું અનુપાલન કરનારા યુઝર્સ માટે ઉપલબ્ધ છે, જેમાં રોકાણ ફક્ત ત્યારે જ કરવામાં આવે છે જ્યારે પૂરતું વોલેટ બેલેન્સ હોય. આ સુવિધા 8 જાન્યુઆરી, 2026થી એન્ડ્રોઇડ અને વેબ પ્લેટફોર્મ પર લાઇવ થઈ ગઈ છે અને 12 જાન્યુઆરી, 2026થી iOS પર પણ ઉપલબ્ધ થઈ ગઈ છે.

આ લોન્ચ સાથે, ઝેબપે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ પર કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે તેની સ્થિતિને મજબૂત બનાવે છે. એસઆઈપી ઓફરિંગ કંપનીના શિસ્તબદ્ધ રોકાણને પ્રોત્સાહન આપવાની વ્યાપક ફિલોસોફીને રજૂ કરે છે, જે ઝેબપેને મુખ્યત્વે એક્ટિવ અથવા હાઇ-ફ્રિકવન્સી ટ્રેડિંગ પર કેન્દ્રિત પ્લેટફોર્મથી અલગ પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.