કેજરીવાલના શપથગ્રહણ સમારોહ માટે પીએમ મોદીને આમંત્રણ
નવી દિલ્હી, આમ આદમી પાર્ટીની દિલ્હી વિધાનસભામાં ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે 16 ફેબ્રુઆરીએ શપથ લેશે. રામલીલા મેદાન પર યોજાનારા શપથ ગ્રહણ સમારોહ માટે કેજરીવાલે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવ્યુ છે. જોકે હજી ખબર નથી પડી કે આ સમારોહમાં પીએમ મોદી સામેલ થશે કે નહી.
કારણકે આ દિવસે મોદીનો પોતાના મત વિસ્તાર વારાણસીની મુલાકાતનો કાર્યક્રમ પહેલેથી ગોઠવાયેલો છે. જ્યાં તેઓ 1700 કરોડની યોજનાઓનુ લોકાર્પણ કરવાના છે. સમારોહ માટે આમ આદમી પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. એવા પણ અહેવાલો મળ્યા છે કે, આમ આદમી પાર્ટી દ્વારા આ વખતે શપથ ગ્રહણ સમારોહમાં અન્ય કોઈ રાજકીય પક્ષના નેતાઓ કે બીજા કોઈ સીએમને આમંત્રણ અપાયુ નથી. દિલ્હીની જનતાને સામેલ થવા જાહેર આમંત્રણ અપાયુ છે.