Western Times News

Gujarati News

આ શિક્ષક ૬ વર્ષથી પોતાની આવકના ૯પ ટકા લોકોની સહાયમાં વાપરી મદદરૂપ બને છે

AI Image

ર૧ વર્ષ માનવતાની સેવાને જીવનનું મિશન બનાવતો યુવાન

હું હંમેશા મારી કારમાં ફુડ પેકેટસ રાખું છું. રસ્તામાં ગમે ત્યારે ફુટપાથ પર દેખાતા બાળકો સાથે સમય વિતાવીને તેમને ફુડ પેકેટસ આપું છું. મે હમણાં સુધી ૩૦૦ કરતા વધુ બાળકોની મદદ કરી છે.

(એજન્સી)અમદાવાદ, જરૂરીયાતમંદોની સેવા માટે જીવન સમર્પીત કરનાર વ્યકિત માત્ર મદદગાર નથી પરંતુ સમાજ માટે આશાનું પ્રતીક ગણાય છે. ભુખ્યાને ભોજન નિરાધારને સહારો અને નિરાશમાં હિમત આપવાનું કામ તેમની દૈનિક ફરજ બની જતી હોય છે.

પરંતુ ઘણા લોકો નિષ્ઠા અને સેવાભાવ સમાજને વધુ સંવેદનશીલ અને સશકત બનાવવામાં મદદરૂપ થતા નથી. ત્યારે વાસણા વિસ્તારમાં રહેતા ર૧ વર્ષીય દિવ્યેશ સિંહ જાદવ તેમની આવકની ૯પ ટકા ભાગ જરૂરીયાતમંદો પાછળ ખર્ચી પીડીત અને મજબુર લોકોની મદદ માટે કાર્યરત રહે છે.

આ વિશે દિવ્યેશસિંહ જાદવે કહયું કે હું હમણા શિક્ષક તરીકે કાર્યરત રહું છું. જયારે હું કોલેજ સમયમાં અભ્યાસ કરતો હતો. ત્યારે ફુટપાથ પર રહેતા લોકોને જોઈને મે વિચાર કર્યો હતો કે જયારે હું કમાણી કરીશ ત્યારે આવા લોકોની મદદ કરીશ.

દરરોજ ગાંધીનગરની અમદાવાદના રસ્તામાં ઘણા જરૂરીયાતમંદોની મદદ માટે કપડા અનાજ ફુડપેકેટસ વગેરે વસ્તુઓનું વિતરણ કર્યું છે. મારી જે આવક થાય છે. તેનો ઉપયોગ હું આ સેવાકાર્યમાં કરૂ છું.

હું હંમેશા મારી કારમાં ફુડ પેકેટસ રાખું છું. રસ્તામાં ગમે ત્યારે ફુટપાથ પર દેખાતા બાળકો સાથે સમય વિતાવીને તેમને ફુડ પેકેટસ આપું છું. મે હમણાં સુધી ૩૦૦ કરતા વધુ બાળકોની મદદ કરી છે.

જરૂરતમંદ વિધાર્થીઓને વિનામૂલ્યે જ્ઞાન આપે પોતાની ડિફેન્સની એકેડેમી હેલ્લોવર્ષમાં ૧૦થી વધુ જરૂરીયાતમંદ વિધાર્થીઓને વિનામૂલ્યે અભ્યાસ કરાવે છે. જયારે એકેડેમીના કોઈ વિધાર્થીનો જન્મદીવસ હોય ત્યારે સરકારી શાળામાં જઈને વિધાર્થીઓને સેલ્ફ ડીફેન્સ માર્સલ આર્ટસ ફીટનેસ ફન એકટીવીટી તેમજ જમવાનું આપીને ઉજવણી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.