Western Times News

Gujarati News

નિઝામ ફંડ કેસ: ભારતની પાકિસ્તાન ઉપર મોટી જીત

નવી દિલ્હી, લંડનમાં ચાલી રહેલા નિઝામ ફંડ કેસમાં ભારતને મોટી જીત હાથ લાગી છે. પાકિસ્તાનને પરાજીત કરીને ભારતે કરોડો રૂપિયાની જીત મેળવી છે. ૭૦ વર્ષ જુના નિઝામ ફંડ કેસમાં આખરે ફેંસલો આવી ગયો છે. ભારતે કેસ જીતીને ૩૨૫ કરોડ રૂપિયાની રકમ જીતી લીધી છે. ભારતને આ કેસને લડવામાં ખર્ચ કરવામાં આવેલી ૬૫ ટકા રકમ પણ પાકિસ્તાનમાંથી મળી છે.

આ કેસમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચે લંડનમાં કેસ ચાલી રહ્યો હતો. સાથે સાથે ભારતને કેસ લડવા માટે જે રકમ ખર્ચ થઇ હતી તે પૈકી ૨૬ કરોડ રૂપિયાની રકમ પાકિસ્તાનને આપવી પડશે. હૈદરાબાદના નિઝામના પૈસા સાથે જાડાયેલા ૭૦ વર્ષ જુના મામલામાં હવે ચુકાદો આવી ગયો છે. લંડનની એક બેંકમાં સાત દશકથી કરોડો રૂપિયાનો કેસ ફસાયેલો હતો. હવે બ્રિટનમાં ભારતીય દૂતાવાસને લાખો પાઉન્ડ પોતાના હિસ્સા તરીકે મળી ગયા છે.

લંડનમાં ભારત સરકારના અધિકારીઓએ કહ્યું છે કે, બ્રિટનમાં હાઈકમિશનને ૨૫ મિલિયન પાઉન્ડ અથવા તો ૩૨૫ કરોડ રૂપિયાની રકમ મળી ગઈ છે. આ રકમ ૨૦મી સપ્ટેમ્બર ૧૯૪૮થી નેશનલ વેસ્ટ મિનિસ્ટર બેંક એકાઉન્ટમાં ફસાયેલી હતી. પાકિસ્તાને પણ આ રૂપિયા પર પોતાનો દાવો કર્યો હતો. જા કે, તેને નિષ્ફળતા હાથ લાગી છે. ભારતને મળેલી કાનૂની ખર્ચની રકમ પણ યોગ્યરીતે કામ લાગી છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં હાઈકોર્ટે ભારત અને મુકર્રમ જહાંની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

પાકિસ્તાને પણ ભારત સરકારને ૨૬ કરોડ રૂપિયા ચુકવ્યા હતા. બાકી ખર્ચ થયેલી રકમ જે ભારતે પોતે ફરી છે તેના પર વાતચીત ચાલી રહી છે. ૭૦ વર્ષ જુના વિવાદને લઇને હજુ કેટલીક વિગતો ખુલી નથી. હૈદરાબાદ રાજ્યના તત્કાલિન નાણામંત્રીએ બ્રિટનમાં તત્કાલિકન પાકિસ્તાન હાઈકમિશનર હબીબ ઇબ્રાહિમને રકમ ટ્રાન્સફર કરી હતી. આ બાબત હૈદરાબાદ રાજ્યને પોતાના કબજામાં લેવાના સમયે બની હતી. ત્યારથી લઇને હજુ સુધી આ રકમ વધીને હવે ૩૫ મિલિયન પાઉન્ડ થઇ ગઇ છે. ભારતે આ પૈસા ઉપર એમ કહીને દાવો કર્યો હતો કે, ૧૯૬૫માં નિઝામે આ પૈસા ભારતને આપ્યા હતા. ભારતની મોટી સફળતા તરીકે આને ગણવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.