રશિયા-યુક્રેન યુદ્ધના શાંતિકરારમાં ‘ઝેલેન્સ્કી’ અડચણઃ ડોનાલ્ડ ટ્રમ્પ
મોસ્કો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મતે, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે થતા કોઈપણ સંભવિત શાંતિ કરારમાં સાચી અડચણ રશિયા તરફથી નહીં, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના કારણે છે.રશિયન સરકારે જણાવ્યું કે, રશિયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ વાત પર સહમત છે કે યુક્રેન યુદ્ધના અંત માટેના સંભવિત શાંતિ કરારમાં અવરોધ રશિયા નહીં, પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં આ પ્રકારનો અભિપ્રાય આપ્યો હતો, જે યુરોપના સહયોગીઓના અભિપ્રાયોથી વિપરિત હતો. યુરોપના દેશો સતત દલીલ કરી રહ્યા છે કે રશિયાને લડાઈ સમાપ્ત કરવામાં બહુ ઓછો રસ છે અને તે પશ્ચિમી પ્રતિબંધોને ટાળીને શક્ય તેટલા વધુ વિસ્તાર પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વિશે કહ્યું હતું, “મને લાગે છે કે તેઓ સમજૂતી કરવા તૈયાર છે. પરંતુ મને લાગે છે કે યુક્રેન એટલું તૈયાર નથી.”
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી યુરોપમાં થયેલો સૌથી મોટો ભૂમિ સંઘર્ષ અમેરિકાના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વાટાઘાટામાં હજી સુધી કેમ ઉકેલાયો નથી, ત્યારે તેમણે જવાબ આપ્યો -“ઝેલેન્સ્કી.”બીજી તરફ, રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે પણ કહ્યું કે, “હા, અમે ટ્રમ્પની વાત સાથે સહમત છીએ. વાસ્તવમાં સ્થિતિ એવી જ છે. રાષ્ટ્રપતિ પુતિન અને રશિયન પક્ષ વાટાઘાટા માટે તૈયાર છે.”
યુએસ પ્રમુખ ટ્રમ્પે ધમકી આપી હતી કે ગ્રીનલેન્ડનો કબજો કરવાના અમેરિકાના પ્રયાસોને સમર્થન ન આપનારા દેશો પર તેઓ ટેરિફ લાદશે. ગ્રીનલેન્ડના મુદ્દે ટ્રમ્પે પ્રથમ વાર ટેરિફની ધમકી આપી છે. કોપનહેગનમાં ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના સાંસદો સાથે અમેરિકાના સંસદીય પ્રતિનિમંડળની બેઠક પહેલા ટ્રમ્પે આ ધમકી આપી હતી.SS1MS
