ઈડીએ અલ ફલાહ યુનિવર્સિટીની રૂ.૧૪૦ કરોડની સંપત્તિ જપ્ત કરી
નવી દિલ્હી, કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ શુક્રવારે હરિયાણાની અલ ફલાહ યુનિવર્સિટીની અંદાજે રૂ.૧૪૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. ૧૦ નવેમ્બરે રેડ ફોર્ટ વિસ્તારમાં થયેલા બ્લાસ્ટ બાદ, આ યુનિવર્સિટી સુરક્ષા એજન્સીઓની નજર હેઠળ આવી હતી.
આ સાથે જ, ઈડીએ અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ અહમદ સિદ્દીકી અને તેમના ટ્રસ્ટ સામે ચાર્જશીટ પણ દાખલ કરી છે.ઈડીના એક અધિકારીએ જણાવ્યું કે, ફરીદાબાદના ધૌજ વિસ્તારમાં આવેલી યુનિવર્સિટીની ૫૪ એકર જમીન, યુનિવર્સિટીની ઇમારતો, વિવિધ કોલેજો અને વિભાગોની ઇમારતો તેમજ હોસ્ટેલો સહિતની સંપત્તિ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ જપ્ત કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહના આરંભમાં ઈડીએ અલ ફલાહ ટ્રસ્ટની માલિકીની આ સંપત્તિઓને “અપરાધથી મેળવેલી આવક”(પ્રોસિડ્સ ઓફ ક્રાઈમ) તરીકે વર્ગીકૃત કરીને જપ્ત કરવાની તૈયારી કરી હતી. ઈડીએ અલ ફલાહ ગ્રુપના ચેરમેન સિદ્દીકીની નવેમ્બરમાં ધરપકડ કરી હતી. સિદ્દીક પર તેમના ટ્રસ્ટ દ્વારા સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરીને મની લોન્ડરિંગ કરવાના આક્ષેપ છે.
મીડિયા અહેવાલ અનુસાર, અલ ફલાહ ટ્રસ્ટ સંચાલિત એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂશનની પાસે ભણાવવા માટે જરુરી વેલિડ એક્રેડિટેશન નથી. ઈડીએ સિદ્દીકી અને અલ ફલાહ ટ્રસ્ટ સામે વિશેષ પીએમએલએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં બંનેને આરોપી તરીકે રજૂ કરવામાં આવ્યા છે અને એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.SS1MS
