Western Times News

Gujarati News

ધનુષ અને મૃણાલ ઠાકુર વેલેન્ટાઇન ડે પર લગ્ન કરશે

મુંબઈ, ધનુષ અને મૃણાલ ઠાકુર ગયા આૅગસ્ટ મહિનાથી ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. ત્યારે હવે તેઓ આવતા મહિને લગ્ન કરવાના હોવાના અહેવાલો ફરતા થયા છે.

ગયા વર્ષે આૅગસ્ટમાં રિલીઝ થયેલી અજય દેવગન અને મૃણાલની ફિલ્મ સન ઓફ સરદાર ૨ના પ્રીમિયર દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ધનુષ આવતા મૃણાલ તેને રિસીવ કરવા દોડી ગઈ હતી. ત્યારથી મૃણાલ અને ધનુષના સંબંધની અફવાઓ શરૂ થઈ હતી. તે વખતે કેટલાંક અહેવાલો પણ સામે આવ્યા હતા, જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બંને એકબીજાને પ્રેમ કરે છે અને એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

બાદમાં જ્યારે આ અંગે મૃણાલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ધનુષ તેનાં માટે ‘માત્ર સારો મિત્ર’ છે અને તેને ફિલ્મનાં સ્ક્રીનિંગ માટે અજય દેવગણે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ આ અફવાઓ ધીમે ધીમે શાંત પડી ગઈ હતી.

હવે ફરી એક વખત મૃણાલ અને ધનુષની કથિત લગ્ન તારીખ અંગેના નવા અહેવાલ ફરતા થયા છે.આ અહેવાલો મુજબ, મૃણાલ ઠાકુર અને ધનુષ આવતા મહિને ૧૪ ફેબ્›આરીએ, વેલેન્ટાઇન ડેના દિવસે લગ્ન કરવા જઈ રહ્યા હોવાની ચર્ચા છે. જોકે, ધનુષ અને મૃણાલે આ અંગે કોઈ જ વાત કરી નથી. હવે એ જોવાનું રહ્યું કે મૃણાલ અને ધનુષ લગ્નની તસવીરો શેર કરે છે કે આ અફવાને નકારી કાઢે છે.

જોકે, તેમની બંનેની નજીકના એક સુત્રએ થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન વાતચીતમાં તેમના સંબંધનો ખુલાસો કરી દીધો હતો.સુત્રએ જણાવ્યું હતું, “હા, તે બંને ડેટિંગ કરી રહ્યા છે. આ સાચી વાત છે. પરંતુ આ બધું હજુ નવું છે અને જાહેરમાં કે મીડિયા સામે તેમના સંબંધને અધિકૃત કરવાનો કોઈ વિચાર નથી. તેમ છતાં, તેઓ બહાર સાથે ફરવામાં કે દેખાઈ જવામાં કોઈ સંકોચ અનુભવતા નથી. તેમનાં મિત્રો તેમનાં માટે ખરેખર ખુશ છે, કારણ કે મુલ્યો, પસંદ -નાપસંદ અને વિચારોની બાબતમાં બંનેમાં ઘણી સમાનતા અને એકબીજાને અનુરૂપ છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.