સુહાનાની દરેક પસંદ અંગે આખરી નિર્ણય શાહરુખ અને ગૌરી જ લે છે
મુંબઈ, શાહરુખ ખાનના બંને સંતાનો સુહાના ખાન અને આર્યન ખાન હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા લાગ્યા છે. આર્યન ખાને ડિરેક્ટ કરેલી ફિલ્મ બૅડ્ઝ ઓફ બોલિવૂડ’ની ગયા વર્ષે ઘણી ચર્ચા રહી છે. સુહાનાએ ઝોયા અખ્તરની ‘ધ આર્ચિઝ સ્ટોરી’થી ઓટીટી ડેબ્યુ કર્યું હતું. હવે તે પિતા શાહરુખ સાથે કિંગમાં મોટા પડદા પર ડેબ્યુ કરવા જઈ રહી છે. ત્યારે તેણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેની દરેક પસંદ પાછળ શાહરુખ અને ગૌરીનો જ અંતિમ નિર્ણય હોય છે.
સુહાનાએ કહ્યું કે ઘણી વખત તેમની સલાહ ભલે વિરોધાભાસી હોય, તેમ છતાં આ સલાહો તેને વિનમ્ર બની રહેવામાં મદદ કરે છે.સુહાનાએ તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં પોતાની રીતે ડેબ્યુ કર્યું છતાં તે માર્ગદર્શન માટે હજી પણ પોતાના માતા-પિતા પાસે જ જાય છે. “મારે મારા માતા-પિતાને પૂછવું પડે છે. અંતિમ નિર્ણય તેઓ જ લે છે,” સુહાનાએ સ્વીકાર્યું કે ફિલ્મ જગતમાં તેનાં શરૂઆતના વર્ષાેમાં તેમનું માર્ગદર્શન કેટલું મહત્વનું છે.
હાલ તેની મોટા પડદા પરની ડેબ્યુ ફિલ્મ ‘કિંગ’નું શૂટિંગ ચાલી રહ્યું છે. સુહાનાએ પોતાને એવી વ્યક્તિ તરીકે વર્ણવી કે જે ઇચ્છાને અનુસરે છે પરંતુ ઘણીવાર વધારે પડતું વિચારી પણ લેતી હોય છે, ત્યારે તેના માતા-પિતાની ભૂમિકા મહત્વની બની જાય છે. જ્યાં શાહરુખ તેને ઘણી ફિલોસોફિકલ અને ઊંડી સલાહ આપે છે, તો ગૌરી ખાનની સલાહ સીધી અને વ્યવહારુ હોય છે. “બન્ને વચ્ચે મને બેલેન્સ મળે છે.
તેમનાં દૃષ્ટિકોણ એકબીજાંથી અલગ છે, જે તેને વિનમ્ર બનાવી રાખે છે.”જેની આસપાસ સિનેમા સતત હાજર હોય એવા પરિવારમાં જન્મ છતાં, સુહાનાએ જણાવ્યું કે અભિનય સાથેનો તેનો સંબંધ સમય સાથે આગળ વધ્યો છે. સ્કૂલના નાટકોમાં થોડી પરાણે શરૂઆતથી લઈને હોસ્ટેલના દિવસોમાં અભિનય પ્રત્યેનો ખરો પ્રેમ શરૂ થયો. એક સમયે ઇચ્છા મુજબની ભૂમિકા ન મળતાં થયેલી ભારે નિરાશાએ તેને સમજાવી દીધું કે તેને મંચ પર રહેવું કેટલું ગમે છે.
એ જ ગંભીરતાએ તેને દિશા આપી છે. સુહાના કહે છે કે તે પરિણામ કરતાં પ્રક્રિયાને વધારે મહત્વ આપે છે અને લોકોના અભિપ્રાયો પર ધ્યાન આપવાને બદલે કામ પર ધ્યાન આપવાનું પસંદ કરે છે. અભિનય હોય, ફેશન હોય કે મેગેઝિન કવર – તે દરેક પગલું સાવધાનીપૂર્વક લે છે અને આગળ વધતાં પહેલાં ઘણીવાર પોતાના માતા-પિતાની સલાહ લે છે.
સુહાના કહે છે કે જ્યારે તે નિર્ણય ન લઈ શકતી હોય અને મુંઝવણમાં હોય ત્યારે શાહરુખ અને ગૌરીને જ તે સૌથી પહેલાં કોલ કરે અથવા મળે છે. જ્યાં તેના પિતા જીવન અને પસંદગીઓ પર વિગતે રીતે વિચાર કરે છે, તો તેની માતા સ્પષ્ટતા સાથે મુંઝવણ દૂર કરી દે છે. બંને મળીને અપેક્ષાઓ વિશે વધારે પડતું વિચાર્યા વિના પ્રેશરને સંભાળવામાં તેની મદદ કરે છે.
૨૫ વર્ષની સુહાનાએ દેખાવનું ખાસ મહત્વ નથી, તે નાની વયથી દેખાવના મહત્વ ન આપીને કામ પર મહત્વ આપવામાં માને છે. સુહાનાએ જણાવ્યું, “હું દેખાવના વિચારોમાં ઊંડા ઉતરવા કરતાં લાગણીશીલ, દયાળુ, થોડી અલગ અને આનંદમાં રહેવાનું પસંદ કરીશ. સુહાના કહે છે કે મને જોઇને લોકો શું વિચારશે એની ચિંતા કરવા કરતાં હું માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રહું તે વધુ મહત્વનું છે.”જ્યારે તેની પાસે કામ ન હોય ત્યારે સુહાના ઓછા લોકો વચ્ચે રહેવાનું પસંદ કરે છે અને સતત સાથે રહેવાને બદલે સહજતાથી બનેલાં મિત્રોને મહત્વ આપે છે.SS1MS
