કોલકતામાં પાણીમાં દોડશે મેટ્રો : રેલમંત્રી પિયુષ ગોયલે અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલનું કર્યું ઉદ્ધઘાટન
કોલકાતા, કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કોલકાતામાં પ્રથમ અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પિયુષ ગોયલે કહ્યું હતું કે અમે સેક્ટર 5 થી સોલ્ટ લેક સ્ટેડિયમને જોડનાર ઇસ્ટ-વેસ્ટ મેટ્રો કોરીડોરનું પ્રથમ ચરણ સ્વતંત્રતા સંગ્રામ સેનાની સરોજિની નાયડૂની જન્મતિથિના પ્રસંગે તેને સમર્પિત કરીએ છીએ. ગોયલે કહ્યું હતું કે પ્રથમ અંડર ગ્રાઉન્ડ સ્ટેશન ફુલબાગ દુર્ગા પૂજા પહેલા તૈયાર થઈ જશે. અમે આશા કરીએ છીએ કે આ વર્ષે દુર્ગા પૂજામાં લોકો મેટ્રોથી જશે. જો અમને વધારે સ્થાનીય સમર્થન મળશે તો અમે આ કોરિડોરને હાવડા સુધી જલ્દી પુરો કરી લઈશું કેન્દ્રીય રેલ મંત્રીએ કહ્યું હતું કે બાકી ચાર લાઇનોનું કામ પુરા કરવાના રસ્તામાં ઘણી બાધાઓ છે.
ઘણા સ્થાને અમને રાજ્ય સરકારનો સાથ જોઈતો હોય છે. હું આશા કરું છું કે અમને વધારે સહયોગ મળશે અને જલ્દી અમે મેટ્રોને પરિવહનનું મનપસંદ બનાવી દઈશું. આ પ્રોજેક્ટ લગભગ 16 કિલોમીટર લાંબો છે. જે સોલ્ટ લેક સ્ટેડિયમથી હાવડા મેદાન સુધી ફેલાયેલ છે. પ્રથમ ફેઝ સોલ્ટ લેક સેક્ટર-5થી સોલ્ટ લેક સ્ટેડિયમ વચ્ચે 5.5 કિમી લાંબો છે. અંડરગ્રાઉન્ડ મેટ્રોનો બીજો ફેઝ 11 કિલોમીટર લાંબો છે. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને આમંત્રણ પાઠવવામાં આવ્યું ન હતું.