Western Times News

Gujarati News

પત્નીથી છૂટાછેડાની અટકળો પર ગોવિંદાએ મૌન તોડ્યું

મુંબઈ, ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાને લઈને ચાલી રહેલી અફવાહ વચ્ચે હવે પહેલી વખત બોલિવૂડ એક્ટરે ખુલીને વાત કરી છે. છેલ્લા ઘણાં મહિનાઓથી તેમના લગ્નમાં તકરાર થઈ હોવાના સમાચાર આવી રહ્યા છે. પત્નીથી છૂટાછેડાની અટકળો પર ગોવિંદાએ મૌન તોડ્યું છે.

ગોવિંદાએ કહ્યું કે, “હવે એટલાં માટે બોલવાનો નિર્ણય લીધો કે મારા ચૂપ રહેવાથી હું નબળો દેખાવા લાગ્યો હતો અને લોકોના મનમાં મારી એક નેગેટિવ છબી બની રહી હતી.” પદડાં પાછળ શું ચાલી રહ્યું છે, તેને લઈને વાત કરતાં ગોવિંદાએ એક મોટા ષડ્યંત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “મારા પોતાના લોકો પણ જાણતા-અજાણતા તેમાં ઉપયોગમાં આવી રહ્યા છે.”

ચૂપ રહેવા મામલે ગોવિંદાએ કહ્યું કે, “હું જોઈ રહ્યો છું કે, જ્યારે આપણે ચૂપ રહીએ છીએ, ત્યારે એવું લાગે છે કે આપણને નબળા માનવામાં આવે છે અથવા એવું લાગે છે કે આપણે બધી સમસ્યાઓનું મૂળ છીએ. એટલાં માટે આજે હું જવાબ આપી રહ્યો છું. મને પહેલા કહેવામાં આવ્યું હતું કે, મારા પરિવારના સભ્યો શરૂઆતમાં સમજ્યા વિના કોઈ મોટા ષડયંત્રનો ભાગ બની શકે છે અને તેમને ખ્યાલ પણ નહીં આવે કે તેમનો ઉપયોગ થઈ રહ્યો છે.”પત્ની સાથેના સંબંધો વિશે ગોવિંદાએ કહ્યું કે, “કેટલીકવાર પરિવારો સુનિયોજિત ષડયંત્રનો ભોગ બને છે, જેના કારણે વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે.

મને અગાઉથી કહેવામાં આવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં મારા પરિવારનું શોષણ થશે અને મને સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવશે.”વધુમાં ગોવિંદાએ કહ્યું કે, “મારી ફિલ્મોને માર્કેટ ન મળ્યું અને મે જાતે અનેક ફિલ્મ છોડી દીધી.

મારા પત્ની આ વાતને લઈને પરેશાન રહે છે કે ઘર કેવી રીતે ચાલશે. જ્યારે લોકપ્રિયાત હદથી વધુ થઈ જાય છે, ત્યારે ઘણાં બધાં લોકો મૂંઝાય જાય છે. મે આવું એક સિનિયર એક્ટર સાથે થતા જોયું છે. હું બસ અમારા બાળકોની ભલાઈ માટે દુઆ કરું છું. મેં કૃષ્ણાને એમ પણ કહ્યું કે તેનો ઉપયોગ મારું અપમાન કરવા માટે થઈ રહ્યો છે, તેથી તેણે મારા ગૌરવનો આદર કરવો જોઈએ.

આનાથી સુનિતા ગુસ્સે થઈ ગઈ. હું જે ઈન્ડસ્ટ્રીમાં આટલાં વર્ષાેથી કામ કરી રહી છું તેને કલંકિત કરવા માંગતી નથી, પરંતુ સતર્ક રહેવું મહત્ત્વપૂર્ણ છે.”શિવસેનામાં જોડાયા બાદ ગોવિંદા વિરુદ્ધ ષડ્યંત્ર મામલે તેમણે કહ્યું કે, “કેટલીક ખોટી ધારણાઓ બનાવવામાં આવી રહી છે.

હું હમણાં જ શિવસેનામાં જોડાયો અને ત્યારથી આ પ્રકારનું ષડ્યંત્ર શરુ થઈ ગયું છે. મને નબળો ન સમજતાં અને મારા વિરુદ્ધ કાંયપણ બોલતા પહેલા મારા જૂના કામને યાદ કરજો.”ગોવિંદાએ પોતાના પરિવાર અને બાળકો વિશે પણ દિલથી વાત કરી. તેમણે કહ્યું કે, “હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢે અને મારા બાળકોના સ્વાસ્થ્ય માટે પણ પ્રાર્થના કરું છું.

હું ઈચ્છું છું કે કોઈ ગેરસમજ ન થાય અને મને ચિંતા ન થાય. હું ખાસ કરીને મારા પોતાના પરિવારને હાથ જોડીને આ વિનંતી કરું છું.”ગોવિંદા અને સુનિતાએ ૧૯૮૭માં લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે – ટીના અને યશવર્ધન. ટીનાએ ૨૦૧૫માં “સેકન્ડ હેન્ડ હસબન્ડ” ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યાે હતો, જ્યારે યશવર્ધન ટૂંક સમયમાં અભિનયમાં પણ ડેબ્યૂ કરવાનો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.