મ્યુનિ.કોર્પો.ના પાણીમાં બેકટેરીયાની માત્રા વધારે
“સુડો મોનાસ” નામ ના જીવલેણ બેકટેરીયા હોવાની દહેશતઃ ઈ-કોલાઈ અને કોલીફોર્મ્સ બેકટેરીયાની હાજરીના કારણે પાણી પીવા માટે સબ-સ્ટાન્ડર્ડ હોવાથી રોગચાળો વકર્યો |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પાણીમાં બેકટેરીયાની માત્રા વધારે છે. શહેરના અનેક વિસ્તારોમાં દુષિત અને પીવા માટે અયોગ્ય પાણી સપ્લાય થઈ રહયા છે. મ્યુનિ.આરોગ્યખાતા દ્વારા થતા રેન્ડમ ચેકીગમાં પાણીના અનફીટ સેમ્પલની સંખ્યામાં લગભગ બેથી ત્રણ ગણો વધારો થયો છે. જયારે “કલોરીન” વિના પણ પાણી સપ્લાય થઈ રહયું છે. જેના પરિણામે પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે.
શહેરમાં ટાઈફોઈડ, કોલેરા અને કમળાના કેસમાં જે રીતે ચિંતાજનક હદે વધારો થયો છે. તે જાતા મનપા ના પાણીમાં ઈ-કોલાઈ અને કોલીફોર્મ્સ બેકટેરીયાની સાથે સાથે “સુડોમોનાસ” નામના જીવલેણ બેકટેરીયા હોવાની દહેશત વ્યકત થઈ રહી છે. સ્માર્ટસીટી અમદાવાદના નાગરીકો દુષિત પાણી પીવા માટે મજબુર બની રહયા છે. જેના માટે મ્યુનિ. વહીવટીતંત્ર જવાબદાર છે. શહેર ના ર૦ કરતા વધુ વોર્ડમાં અશુધ્ધ પાણી સપ્લાય થાય છે. શહેરમાં મધ્ય, દક્ષિણ અને પૂર્વઝોનમાં ડહોળુ અને બેકટેરીયાયુકત પાણી સપ્લાય થઈ રહયું છે. જેના પરણીમે આ ઝોનના વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વકરી રહયો છે.
મ્યુનિ.આરોગ્યવિભાગ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી પાણીના સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવે છે. જેના પરિણામે ચોકાવનારા છે. ચાલુ વર્ષના પ્રથમ પાંચ મહીનામાં ૯૩પ૦ સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા જે પૈકી પ૯ર સેમ્પલ અનફીટ જાહેર થયા છે. પ્રદુષિત પાણીનીફરીયાદોનો ઉકેલ શોધવાના બદલે ચકાસણી માટેના સેમ્પલની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
ર૦૧૭ના વર્ષ દરમ્યાન ૪૩૭૬પ સેમ્પલની ચકાસણી થઈ હતી જે પૈકી ર૦ર૩ સેમ્પલ અનફીટ જાહેર થયા હતા. જયારે ર૦૧૮ ના વર્ષમાં ૩૭૮૭૦ સેમ્પલ પૈકી રર૩૪ સેમ્પલ અનફીટ જાહેર થયા હતા. ર૦૧૭માં દર મહીને સરેરાશ ૩૬૪૭ અને ર૦૧૮માં દર મહીને સરેરાશ ૩૧પપ સેમ્પલ ચકાસણી માટે લેવામાં આવ્યા હતા. જેની સામે ર૦૧૯માં સરેરાશ ૧૮૭૦ સેમ્પલની જ ચકાસણી થાય છે.
મતલબ કે, ર૦૧૭ અને ર૦૧૮ ના પ્રમાણમાં માત્ર પ૦ ટકા સેમ્પલની ચકાસણી કરીને અનફીટ રીપોર્ટ માં ઘટાડો દર્શાવવામાં આવી રહયો છે. મ્યુનિ. વહીવટીતંત્ર પ્રદુષિત પાણીની સમસ્યાનો નિકાલ કરવાના બદલે પ્રજાને ચૂંટાયેલી પાંખને ગેરમાર્ગે દોરી રહી છે. મ્યુનિ. કોર્પોરેશનના તમામ વોટર ડીસ્ટ્રી.સ્ટેશનો પર કલોરીન કોઝીયર લગાવવામાં આવ્યા છે. તેમ છતાં અનેક વિસ્તારોમાં કલોરીન વિના જ પાણી સપ્લાય થઈ રહયા છે.
દક્ષિણઝોનમાં “નીલ કલોરીન”ની સંખ્યા વધારે છે. ર૦૧૯ના પ્રથમ ૬ મહીનામાં ૧૪પપ સ્થળે કલોરીન વિના પાણી સપ્લાય થયા હોવાના અહેવાલ જાહેર થયા છે. જે પૈકી માત્ર દક્ષિણઝોનમાં જ ૧૦૮૦ સ્થળે કલોરીન વિના પાણી સપ્લાય થઈ રહયા છે. દક્ષિણઝોનના બહેરામપુરા, દાણીલીમડા, વટવા અને લાંભા વોર્ડમાં “નીલ કલોરીન” અને દુષીત પાણીની સમસ્યા વકરી રહી છે. મધ્યઝોનમાં જમાલપુર તથા પૂર્વઝોનના અમરાઈવાડી વોર્ડમાં પણ ડહોળા અને દુર્ગધયુકત પાણી સપ્લાય થાય છે. જેના પરીણામે કોલેરા અને કમળાનો રોગચાળો વકરી રહયો છે. નિષ્ણાતો ના મંતવ્ય મુજબ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પાણીમાં કોલીફોર્મ્સ અને ઈ-કોલાઈ નામના બેકટેરીયાનું પ્રમાણ વધારે છે.
જેના કારણે “સબ-સ્ટાન્ડર્ડ” માની શકાય તેમ છે. પાણીના સ્ટાન્ડર્ડ નોર્મ્સ મુજબ આ બંને બેકટેરીયાની માત્રા ઓછી અથવા લગભગ શૂન્ય બરાબર હોવી જરૂરી છે.ચોકાવનારી બાબત એ છે કે. મનપાના પાણીમાં અત્યંત જીવલેણ કહી શકાય તેવા “સુડોમોનાલ” નામના બેકટેરીયા પણ છે. આ બેકટેરીયા ને અત્યંત જીવલેણ માનવામાં આવે છે. જા કે તેની માત્રા ઓછી હોવાથી તંત્રને રાહત થઈ છે. તેમ છતાં જૂન મહીનામાં કોલેરાના રર કેસ જાવા મળ્યા છે. જે પૈકી ૧પ કેસ કન્ફર્મ થયા છે. શહેરના જમાલપુર વોર્ડમાં કોલેરા ના પાંચ કેસ નોધાયા છે.
સરસપુર-રખીયાલ વોર્ડમાં હવે ઈન્ડીયા કોલોની, માં એક, વટવા વોર્ડમાં ૦પ તથા દાણીલીમડા અને લાંભા વોર્ડમાં એક-એક કેસ કન્ફર્મ થયા છે. જુન મહીનામાં કમળાના ૩ર૪ કેસ નોધાયા છે. છેલ્લા એક સપ્તાહમાં કમળના ૧૧ર કેસ બહાર આવ્યા છે. દક્ષિણઝોન ના દાણીલીમડા, બહેરામપુરા, વટવા અને લાંભા વોર્ડને પાણીજન્ય રોગચાળાના એ.પી.સેન્ટર માનવામાં આવી રહયા છે.
મધ્યઝોનમાં દુષિત પાણી સપ્લાય થાય છે.ભૌગોલિક રચના અને પાઈપ લાઈનોની પરિસ્થિતીના કારણે પણ મધ્યઝોનમાં પ્રદુષીત પાણીની સમસ્યા જાવા મળે છે. જયારે દક્ષિણઝોનમાં જવાબદાર વિભાગની બેદરકારી ના કારણો સમસ્યા વકરી રહી હોવાનું સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.