Western Times News

Gujarati News

પ્રોટોકોલ તોડીને PM મોદીએ UAE પ્રેસિડેન્ટને રિસીવ કર્યા

ભારત, યુએઈને પેટ્રોલિયમ ઉત્પાદનો, મેટલ, સ્ટોન, જેમ્સ એન્ડ જ્વેલરી, ખનિજો, ખાદ્ય પદાર્થો જેવા કે અનાજ, ખાંડ, ફળો અને શાકભાજી, ચા, માંસ અને સીફૂડ, કાપડ, એન્જિનિયરિંગ મશીનરી ઉત્પાદનો અને રસાયણોની નિકાસ કરે છે.

(એજન્સી)નવી દિલ્હી, યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સોમવારે સાંજે ૪ઃ૩૦ વાગ્યે ભારત પહોંચ્યા હતા. મોદીએ પ્રોટોકોલ તોડીને તેમને દિલ્હીના પાલમ એરપોર્ટ પર રિસીવ કર્યા હતા. મોદીએ એક્સ પર એક પોસ્ટમાં કહ્યું, હું મારા ભાઈને લેવા પોતે એરપોર્ટ આવ્યો છું.

PM Modi went to the airport to welcome His Highness Sheikh Mohamed bin Zayed Al Nahyan, President of the UAE. His visit illustrates the importance he attaches to a strong India-UAE friendship.

શેખ જાયદ થોડીવારમાં મોદી સાથે મીટિંગ કરશે અને અંદાજે સાંજે ૬ વાગ્યે ભારતથી રવાના થઈ જશે. વિદેશ મંત્રાલય મુજબ બંને નેતાઓ વચ્ચે આજે વ્યાપાર, રોકાણ, સંરક્ષણ સહયોગ, ઉર્જા અને દુનિયા સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર મોટી ડીલ થઈ શકે છે. એમઈએએ જણાવ્યું કે બંને નેતાઓ મિડલ-ઈસ્ટની વર્તમાન પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી શકે છે.

આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં સ્થિતિ ખૂબ જ સંવેદનશીલ બનેલી છે. યમનમાં યુએઈ અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. યુએઈ ભારતનો ત્રીજો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર છે. બંને દેશો વચ્ચે ૬ લાખ કરોડ રૂપિયાથી વધુનો વેપાર છે. આમાં યુએઈએ ભારતમાંથી ૨ લાખ કરોડ રૂપિયાની આયાત કરી છે.

ભારતને યુએઈ સાથે નાણાકીય ખાધ છે. એટલે કે ભારત યુએઈપાસેથી આયાત વધુ કરે છે અને નિકાસ ઓછી. ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં યુએઈ પાસેથી ૪ લાખ કરોડ રૂપિયાની આયાત કરી છે. ભારતે યુએઈ સાથે એક વેપાર કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.