વિજય સેતુપતિ હવે નકારાત્મક ભૂમિકા નહીં કરે, ફૅન્સને ગમતું નથી
મુંબઈ, તમિલ સુપરસ્ટાર વિજય સેતુપતિએ શાહરુખની અટલી સાથેની ફિલ્મ જવાનમાં નેગેટીવ રોલ કર્યાે હતો. તે એક જાણીતો કલાકાર છે, તેનો અભિનય હંમેશા વખણાયો છે, છતાં તેના ફૅન્સ વિજયને નેગેટીવને રોલમાં જોવાનું ઓછું પસંદ કરે છે. વિજય સેતુપતિને પણ શાહરુખ સાથે કામ કરવામાં મજા આવી હતી, પરંતુ તેણે હવે ઇરાદાપૂર્વક નકારાત્મક રોલ ન કરવાનો નિર્ણય લીધો છે.
તાજેતરનાં એક ઇન્ટરવ્યુમાં વિજયે જણાવ્યું કે તેને પોતાને કે તેના ફૅન્સને નેગેટિવ રોલ ગમતા નથી. વિજયે જવાનના રોલ માટેના નકારાત્મક પ્રતિસાદ અંગે વાત કરતા જણાવ્યું, “જે રીતે એ રોલ બન્યો , એ મારા મનમાં એ રીતે નહોતો. હું ખુશ હતો કે હું શાહરુખ સાથે સ્ક્રીન શેર કરતો હતો. પણ હવે માત્ર હિરોનું મહત્વ વધે એટલા માટે થઇને કોઈ વિલનના રોલ હું નહીં કરું કારણ કે મારા ફૅન્સને એ નથી ગમતું કે મને પણ નથી ગમતું.”વિજય માને છે જીવનમાં કામથી વિશેષ ઘણું છે.
વિજયે જણાવ્યું, “મારે જીવનમાં જે કંઈ કરવું છે, તેના માટે આમ પણ જીવનમાં ઘણો ઓછો સમય છે. એક કલાકાર તરીકે નહીં, દરેક બાબતમમાં. જીવનમાં સિનેમા સિવાય પણ કરવાનું ઘણું છે.”વિજય સેતુપતિ હંમેશા સ્ક્રિપ્ટ પર ધ્યાન આપવામાં માને છે, તેણે કહ્યું, “મારે બધી ભાષાની ફિલ્મો કરવી છે. આ એક અનુભવ છે સર.
મને બધી ભાષામાંથી ઓફર મળે છે, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નાડા અને હિન્દી. પરંતુ મારું સૌથી વધુ ધ્યાન સ્ક્રીપ્ટમાં જ હોય છે. મેં તમિલમાં પણ ઘણી સ્ટોરી વાંચી છે. પણ હું એ બધી ફિલ્મ કરી શક્યો નથી.”ટૂંક સમયમાં સેતુપતિની ગાંધી ટોક્સ આવી રહી છે, આ અંગે તેણે જણાવ્યું, “એક ગાંધી એક સ્વાતંર્ત્ય સેનાની તરીકે. અન્ય એક ગાંધીને આપણે ઓળખીએ છીએ એ છે, એક ભારતીય. તો આ એવા વ્યક્તિ વિશે છે, જે સત્ય બોલે છે તો તેને માન મળતું નથી. અંતે તે ખરા ગાંધીને અનુસરે છે. એ જ વાર્તા છે.” આ ફિલ્મ ૩૦ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે.SS1MS
