Western Times News

Gujarati News

BLFએ પાકિસ્તાન સેના પર કર્યો હુમલો: 50 મોતઃ કેદીઓને મુક્ત કર્યા અને હથિયારો જપ્ત કર્યા

નવી દિલ્‍હીઃ બલુચિસ્‍તાન લિબરેશન ફ્રન્‍ટ (BLF) એ પાકિસ્‍તાની સેનાને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. BLF એ જણાવ્‍યું હતું કે તેના લડવૈયાઓએ ૧૫ જાન્‍યુઆરીના રોજ બપોરે ૨:૩૦ વાગ્‍યે (સ્‍થાનિક સમય) ખારાનમાં એક મોટું અને સંકલિત ઓપરેશન શરૂ કર્યું હતું.

તેઓએ શહેર પર કબજો કર્યો, પોલીસ સ્‍ટેશનનો કબજો મેળવ્‍યો અને બેંકો અને સરકારી ઇમારતો પર હુમલો કર્યો. નવ કલાક ચાલેલી અથડામણમાં ૫૦ થી વધુ પાકિસ્‍તાની સૈનિકો માર્યા ગયા અને ડઝનેક વધુ દ્યાયલ થયા. દ્યાયલોમાં વિંગ કમાન્‍ડર કર્નલ વાધાન અને મેજર આસીમનો સમાવેશ થાય છે.

મુખ્ય મુદ્દા 📰

  • BLF (બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ) એ 15 જાન્યુઆરીએ ખારાન શહેરમાં મોટું ઓપરેશન ચલાવ્યું.
  • લડવૈયાઓએ શહેર પર કબજો કર્યો, પોલીસ સ્ટેશન કબજે કર્યું, કર્મચારીઓને બંધક બનાવ્યા, કેદીઓને મુક્ત કર્યા અને સરકારી હથિયારો જપ્ત કર્યા.
  • નવ કલાક લાંબી અથડામણમાં BLFના દાવા મુજબ 50થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. ઘાયલોમાં કર્નલ વાધાન અને મેજર આસીમનો સમાવેશ થાય છે.
  • બીજી ટુકડી બજારમાં પ્રવેશી અને મીઝાન બેંક, અલ હબીબ બેંક, નેશનલ બેંક સહિત સરકારી કચેરીઓ પર હુમલો કર્યો. એક બેંક સુરક્ષા ગાર્ડ માર્યો ગયો.
  • BLFના સહાયક એકમ “કુર્બાન” એ લશ્કરી કાફલા પર હુમલો કર્યો, જેમાં 15 સૈનિકો માર્યા ગયા અને વાહનોનો નાશ થયો.
  • આ કાર્યવાહી બાદ સુરક્ષા દળોએ ત્રણ બલૂચ નાગરિકોને બળજબરીથી ગાયબ કર્યા.
  • માનવ અધિકાર સંગઠનોના દાવા મુજબ, 17 જાન્યુઆરીએ પંજગુર જિલ્લામાંથી ઇમરાન બલોચ અને રિઝવાન બલોચને અપહરણ કરવામાં આવ્યા, જ્યારે ખારાન જિલ્લાના ઓવૈસ અહેમદ કમ્બરાનીને પણ દરોડા દરમિયાન ગાયબ કરવામાં આવ્યો

BLF એ જણાવ્‍યું હતું કે તેના લડવૈયાઓએ પહેલા ખારાન શહેર પોલીસ સ્‍ટેશન પર કબજો કર્યો, કર્મચારીઓને બંધક બનાવ્‍યા, સરકારી હથિયારો કબજે કર્યા, કેદીઓને મુક્‍ત કર્યા અને ઇમારત, રેકોર્ડ અને પોલીસ વાહનોને નુકસાન પહોંચાડ્‍યું. બીજી ટુકડી ખારાનના મુખ્‍ય બજારમાં પ્રવેશી અને મીઝાન બેંક, અલ હબીબ બેંક, નેશનલ બેંક અને અન્‍ય સરકારી કચેરીઓ પર હુમલો કર્યો.

કાર્યવાહી દરમિયાન, એક બેંક સુરક્ષા ગાર્ડ માર્યો ગયો અને સ્‍થાનિક ‘‘ડેથ સ્‍ક્‍વોડ” સાથે સંકળાયેલા બે લોકો દ્યાયલ થયા. BLF એ દાવો કર્યો હતો કે તેના સહાયક એકમ, કુર્બાન, ખારાનના મુખ્‍ય બજારમાં પ્રવેશ કર્યો, રેડ ઝોનમાં એક ચેકપોઇન્‍ટ સ્‍થાપી અને ત્રણ વાહનોના લશ્‍કરી કાફલાને નિશાન બનાવ્‍યો. આ હુમલામાં ૧૫ સૈનિકો માર્યા ગયા અને લશ્‍કરી વાહનોનો નાશ થયો.

માર્યા ગયેલા લોકોના હથિયારો જપ્ત કરવામાં આવ્‍યા. સુરક્ષા દળોએ ત્રણ બલૂચ નાગરિકોને બળજબરીથી ગાયબ કર્યા. બલુચિસ્‍તાન પ્રાંતમાં હિંસા અને સુરક્ષા કાર્યવાહી વચ્‍ચે બળજબરીથી ગુમ કરવાના કિસ્‍સાઓ ચાલુ છે. એક અગ્રણી માનવાધિકાર સંગઠને દાવો કર્યો છે કે પાકિસ્‍તાની સુરક્ષા દળોએ વધુ ત્રણ બલૂચ નાગરિકોને બળજબરીથી ગુમ કર્યા છે.

બલૂચ નેશનલ મૂવમેન્‍ટના માનવ અધિકાર સેલ અનુસાર, બે ભાઈઓ, ઇમરાન બલોચ અને રિઝવાન બલોચનું ૧૭ જાન્‍યુઆરીના રોજ પંજગુર જિલ્લાના તુસ્‍પ વિસ્‍તારમાંથી તેમના દ્યરેથી સુરક્ષા દળો દ્વારા અપહરણ કરવામાં આવ્‍યું હતું. એક અલગ દ્યટનામાં, ખારન જિલ્લાના રહેવાસી ઓવૈસ અહેમદ કમ્‍બરાનીને પણ ૧૭ જાન્‍યુઆરીના રોજ સરવાન વિસ્‍તારમાં એક ડેરી ફાર્મ પર દરોડા દરમિયાન સુરક્ષા દળો દ્વારા બળજબરીથી ગાયબ કરવામાં આવ્‍યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.