Western Times News

Gujarati News

AMA દ્રારા “હાઉ ટુ બેલેન્સ મીલ્સ”વિષય પર સર્ટીફિકેટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો   

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ)જે ગુણવત્તાયુક્ત વ્યાવસાયિક તાલીમ અને મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ માટે જાણીતી અગ્રણી સંસ્થા છે. એએમએ દ્રારા “હાઉ ટુ બેલેન્સ મીલ્સ” (ભોજનમાં સંતુલન કેવી રીતે જાળવવું) વિષય પર પાંચ દિવસીય સર્ટીફિકેટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.

આ પ્રોગ્રામ રોજિંદા ભારતીય ખોરાકની આદતો અને આધુનિક પોષણ વિજ્ઞાન પર આધારિત સંતુલિત આહારની વ્યવહારુ અને સરળ સમજ પૂરી પાડે છે. સહભાગીઓ કોઈપણ પ્રકારના ડાયટિંગપ્રતિબંધ કે મૂંઝવણ વગર સાદી સામગ્રીયોગ્ય પ્રમાણ અને જાગૃત આહાર પધ્ધતિઓ દ્રારા સંતુલિત ભોજન બનાવતા શીખશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખોરાક દ્રારા પોષણપાચનઉર્જા અને લાંબા ગાળાના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

આ પ્રોગ્રામ સેલિબ્રિટી શેફ અને વેલનેસ ગાઈડ શ્રીમતી હીના ગૌતમ દ્રારા સંચાલિત કરવામાં આવશે. પાંચ દિવસનો આ કાર્યક્રમ ૨૧ જાન્યુઆરી૨૦૨૬થી શરૂ થશે. વર્ગો દર બુધવારે બપોરે ૨:૦૦થી ૫:૦૦ વાગ્યા  દરમિયાન એએમએ કેમ્પસ ખાતે લેવામાં આવશે. પ્રોગ્રામની ફી રૂ. ૨,૦૦૦/- છે.

અભ્યાસક્રમમાં નીચે મુજબના વિષયો આવરી લેવામાં આવશે:

·        સંતુલિત પોષણનો પરિચય

·        મેક્રોન્યુટ્રિઅન્ટ્સની સમજ (કાર્બોહાઇડ્રેટ્સપ્રોટીનફેટ)

·        માઇક્રોન્યુટ્રિઅન્ટ્સ અને ગટ હેલ્થ (પાચન સ્વાસ્થ્ય)

·        પોર્શન કંટ્રોલ અને માઇન્ડફુલ ઇટિંગ (જાગૃત આહાર)

·        સંતુલિત થાળીનું આયોજન

·        સામગ્રીની પસંદગી અને સ્માર્ટ સ્વેપ્સ (વિકલ્પો)

·        સંતુલિત નાસ્તાની વાનગીઓ

·        સંતુલિત લંચ અને ડિનરની વાનગીઓ

·        હેલ્ધી સ્નેક્સ અને ડેઝર્ટ્સ

આ પ્રોગ્રામ શિખાઉ માણસોનોકરી કરતા વ્યાવસાયિકો અને ખોરાક દ્રારા સ્વાસ્થ્ય સુધારવા માંગતા તમામ લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે. તે પરંપરાગત ભારતીય ખાદ્ય જ્ઞાન અને આધુનિક પોષણ વિજ્ઞાનના સમન્વય સાથે “ખોરાક એ જ દવા” પર ભાર મૂકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.