તહેવારોમાં એરલાઈન્સ દ્વારા કરાતા બેફામ ભાડાં વધારા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
નવી દિલ્હી, દેશમાં તહેવારોની મોસમમાં એરલાઈન્સ દ્વારા વિમાન ભાડાંમાં કરાતા અસાધારણ ભાવ વધારા સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સર્વાેચ્ચ અદાલત જણાવ્યું કે, પ્રજાના શોષણ બદલ તે આ મામલે અવશ્ય હસ્તક્ષેપ કરશે.
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે આ બાબતે ચિંતા વ્યક્ત કરતા કેન્દ્ર તેમજ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન્સ (ડીજીસીએ)ને પીઆઈએલનો જવાબ આપવા આદેશ કર્યાે હતો.
ભારતમાં ખાનગી એરલાઇન્સ દ્વારા લાગુ કરાતા ભાડાં અને અનુષાંગિક શુલ્કમાં અણધારી વધઘટને નિયંત્રિત કરવા બંધનકર્તા નિયમનકારી માર્ગદર્શિકા જાહેર કરવાની માંગ કરતી પીઆઈએલ સુપ્રીમમાં દાખલ કરાઈ છે. કેન્દ્ર વતી હાજર એડિશનલ સોલિસિટર જનરલ અનિલ કૌશિકને બેન્ચે જણાવ્યું કે, કુંભ સહિતના તહેવારોમાં એરલાઈન્સે શ્રદ્ધાળુઓનું કેવી રીતે શોષણ કર્યું તે જુઓ.
દિલ્હીથી પ્રયાગરાજ અને જોધપુરના વિમાન ભાડા પર નજર કરો. સુનાવણી દરમિયાન જસ્ટિસ સંદીપ મહેતાએ સોલિસિટર જનરલ તુષાર મહેતાને હળવા અંદાજમાં જણાવ્યું કે, કદાચ અમદાવાદનું વિમાન ભાડું નથી વધ્યું પરંતુ જોધપુર સહિતના અન્ય સ્થળોમાં તોતિંગ વધારો નોંધાયો હતો. કેસની વધુ સુનાવણી ૨૩ ફેબ્›આરીએ હાથ ધરાશે.
ગત વર્ષે ૧૭ નવેમ્બરે સામાજિક કાર્યકર એસ લક્ષ્મીનારાયણે દાખલ કરેલી અપીલમાં સર્વાેચ્ચ અદાલતે કેન્દ્ર તથા અન્યોનો જવાબ માંગ્યો હતો.આ અરજી મુદ્દે કેન્દ્ર, ડીજીસીએ તથા એરપોટ્ર્સ ઈકોનોમિક રેગ્યુલેટર ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાસેથી જવાબ મગાયો છે.
અરજીમાં વધુમાં જણાવ્યું હતું કે, તમામ ખાનગી એરલાઈન્સે વાજબી સ્પષ્ટતા વગર ઈકોનોમી શ્રેણીના યાત્રીઓ માટે ળી ચેક-ઈન બેગેજ એલાઉન્સની મર્યાદા અગાઉના ૨૫ કિલોથી ઘટાડીને ૧૫ કિલો કરી દીધી હતી. આ પ્રકારે અગાઉ જે ટિકિટવાળી સેવાનો ભાગ હતો તેને નવા આવકના સ્રોતમાં તબદીલ કર્યાે હતો. વર્તમાન સમયે વિમાન ભાડાં તથા અનુષાંગિક ફીની સમીક્ષા કે નિયંત્રિત કરવા માટે કોઈ નિયમનકાર નથી.SS1MS
