Western Times News

Gujarati News

અર્જુન મારી જિંદગીનો અભિન્ન હિસ્સો છે: મલાઇકા

મુંબઈ, મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે થોડા વર્ષાે સુધી ડેટિંગ કર્યા બાદ ૨૦૨૪માં તેઓ અલગ થઇ ગયાં હતાં. તેમના બ્રેકઅપ છતાં, બંને જાહેર મંચ પર એકબીજા સાથે પ્રેમ અને સન્માનપુર્ણ સંબંધ જાળવી રહ્યાં છે.મલાઇકા અરોરા અને અર્જુન કપૂરે જ્યારે પોતાની રિલેશનશિપને ઇન્સ્ટા-ઓફિશિયલ બનાવી ત્યારે તેઓ બી-ટાઉનનાં સૌથી હોટ કપલ ગણાતાં હતાં. જોકે, આ સાથે તેમને ટ્રોલિંગ અને નકારાત્મક કમેન્ટ્‌સનો પણ સામનો કરવો પડ્યો હતો.

કમનસીબ વર્ષાે સુધી ડેટિંગ કર્યા બાદ બંનેના રસ્તા અલગ થઈ ગયાં. તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં મલાઇકાએ જણાવ્યું કે ભલે તેઓ અલગ થઈ ગયા હોય, અર્જુન હંમેશાં તેની જિંદગીનો અભિન્ન હિસ્સો રહેશે. મલાઇકા અરોરાએ તાજેતરમાં એક્ટર અર્જુન કપૂર સાથેનાં બ્રેકઅપ બાદની જિંદગી વિશે વાત કરી.

આ તબક્કા અંગે વાત કરતાં, મોડલ-પરફોર્મર મલાઇકાએ જણાવ્યું, “એ એવો વ્યક્તિ છે જે મારા માટે ખૂબ જ મહત્વનો છે અને મારી જિંદગીનો એક અભિન્ન હિસ્સો છે. ગમે તેમ હોય.”મલાઇકાએ જણાવ્યું કે ગુસ્સો અને દુઃખ જીવનના કોઈ ખાસ તબક્કામાં હોય છે. “આપણે બધાં માણસ છીએ, અને ગુસ્સો, દુઃખ, નિરાશા જેવા તબક્કાઓમાંથી પસાર થવું સ્વાભાવિક છે,” અને ઉમેર્યું કે સમય સાથે વ્યક્તિ સવસ્થ થતી જાય છે.

અરોરાએ એ પણ સ્પષ્ટ કર્યું કે તે પોતાના ભૂતકાળમાં અટકી રહેવા માંગતી નથી અને ભવિષ્યમાં શું આવશે તે અંગે કંઈ ખુલાસો કરવા ઇચ્છતી નથી. તેમણે જણાવ્યું કે તેમની ભૂતકાળની રિલેશનશિપ્સ હંમેશાં ચર્ચામાં રહી છે. “

એક સમયે મારે એવું કહેવું પડ્યું હતું કે મારી જિંદગી માત્ર મારી વ્યક્તિગત જિંદગી પૂરતી સીમિત નથી. એ બધું ખૂબ વધારે ચર્ચાનું કેન્દ્ર બનતું જઈ રહ્યું હતું,”મલાઇકાએ આગળ જણાવ્યું કે મનોરંજન ઉદ્યોગના પ્રખ્યાત લોકો સાથેના તેના સંબંધોના કારણે લોકો ઘણી વખત એ ભૂલી જાય છે કે તેની ઓળખ માત્ર તેના સંબંધોથી વધારે છે. તેમ છતાં, મલાઇકા હાલ એવા તબક્કે છે જ્યાં તેને કંઈ સાબિત કરવાની જરૂર નથી.

“મારે એવી વસ્તુઓ કરવી છે જે મને ખુશી આપે અને હું ઇચ્છું છું કે લોકો એ જુએ.”મલાઇકા અને અર્જુન પરસ્પર સન્માન સાથે અલગ થયાં હતાં. એક સુત્રે આ અંગે કહ્યું હતું, “તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે અને આ મામલે ગૌરવભર્યું મૌન જાળવી રાખશે. તેઓ કોઈને પણ તેમના સંબંધને ખેંચી-તાણીને ચર્ચાનો વિષય બનાવવાની મંજૂરી નહીં આપે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.