Western Times News

Gujarati News

શાહરૂખ ખાને ફેન્સ સાથે સેલ્ફી લેવાની ના પાડી

રિયાધ, સઉદી અરબના રિયાધ શહેરમાં જોય એવોડ્‌ર્સ યોજાયો હતો, જ્યાં હોલીવુડ અને બોલીવુડના ઘણા એક્ટર-એક્ટ્રે્‌સે ભાગ લીધો હતો. આ એવોડ્‌ર્સમાં શાહરૂખ ખાને પણ હાજરી આપી હતી. આ દરમિયાન શાહરૂખ ખાને સ્ટેજ પર ફેન્સ સાથે સેલ્ફી લેવાનું ટાળ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના કારણે કેટલાક લોકો શાહરૂખ ખાનની ટીકા કરી રહ્યા છે.

જોય એવોડ્‌ર્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે શાહરૂખ ખાનને ટ્રોફી આપતા પહેલા તેમની સાથે સ્ટેજ પર સેલ્ફી લેવા માટે મોબાઇલ કાઢે છે.

ત્યારે તરત શાહરૂખ ખાન તેમનો મોબાઇલ લઈ લે છે અને તેમની સામે હાજર પ્રાફેશનલ ફોટોગ્રાફર્સની તરફ જોવાનું કહે છે. શાહરૂખ ખાનનો ઈશારો સ્પષ્ટ હતો કે, તે ઓફિશિયલ ફોટો યોગ્ય રીતે ક્લિક કરાવવા માંગે છે.

થોડી સેકંડ બાદ બીજો વ્યક્તિ પર શાહરૂખ ખાન સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ શાહરૂખ ખાન તેને પણ એવું ન કરવાનો ઈશારો કરે છે. ત્યાર બાદ દરેક જણ પ્રોફેશનલ કેમેરા માટે એક સાથે પોઝ આપે છે. શાહરૂખ ખાનના આ વાયરલ વીડિયોને જોઈને સોશિયલ મીડિયા યુઝર જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો શાહરૂખના વર્તનને તેનું અભિમાન ગણાવી રહ્યા છે.

જ્યારે ઘણા લોકો કહી રહ્યા છે કે, આવી ક્ષણોને ઘણી વાર ખોટી રીતે સમજવામાં આવે છે. એક ફેન્સે શાહરૂખ ખાનનું સમર્થન કરતા કમેન્ટ બોક્સમાં જણાવ્યું કે, “તે સ્પષ્ટપણે કહી રહ્યો છે કે, સામેથી ફોટો લો, જેથી ફોટો યોગ્ય અને ક્લિયર આવે.” બીજા ફેન્સે કમેન્ટ બોક્સમાં જણાવ્યું કે, “તે એ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કે, કોઈ સામેની બાજુથી ફોટો લો, જેથી ટ્રોફી પણ ળેમમાં આવી શકે. આને અભિમાન કહેવું યોગ્ય નથી.”

ત્રીજા ફેન્સે લખ્યું કે, “આપણે બેઝિક સિવિક ફેન્સને નજરઅંદાજ કરવાથી એવા ટેવાઈ ગયા છીએ, જ્યારે કોઈ નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે આપણે તેની ટીકા કરવા માંડીએ છીએ. એવોર્ડ સ્ટેજ પર પર્સનલ સેલ્ફી લેવી ઓફિશિયલ મોમેન્ટને ખરાબ કરી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.