અમદાવાદમાં યોજાનાર JEE (Main) 2026 પરીક્ષા અંગેનું શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું
પ્રતિકાત્મક
અમદાવાદ, ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે થયેલ હુકમ. નંબર/વિ.શા/ એ-સેક્શન/પરમીટ/પરીક્ષા/૦૫/૨૦૨૬ તા.૨૦/૦૧/૨૦૨૬ વંચાણે લીધા:- નિવાસી અધિક કલેકટરશ્રી, અમદાવાદ શહેરની કચેરીના પત્ર ક્રમાંક નં.એક્ઝામ સેલ/અન્ય પરીક્ષા/જાહેરનામું/વશી.૪૫/૨૦૨૬ તા.૧૩/૦૧/૨૦૨૬ આધારે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી, નવી દિલ્હી દ્વારા આગામી તા.૨૧/૦૧/૨૦૨૬ થી ૨૪/૦૧/૨૦૨૬ અને તા.૨૮/૦૧/૨૦૨૬ તેમજ તા.૨૯/૦૧/૨૦૨૬ દરમિયાન Joint Examination JEE (Main)2026ની પરીક્ષા અમદાવાદ શહેરના
(૧) ગોલ્ડ કોસ્ટ ત્રીજે માળ વસ્ત્રાલ પાંજરાપોળ ચાર રસ્તા રોડ માધવ ફાર્મ એસ.પી. રીંગરોડ વસ્ત્રાલ અમદાવાદ (૨) શ્રી વિરેશ્વર ઈનફોટેક બીજો અને ત્રીજો માળ સિધ્ધિવિનાયક આર્કેડ બાર્સેલોના સર્કલ એસ.પી. રીંગરોડ ઓઢવ અમદાવાદ (૩) શ્રી વિરેશ્વર ઇનફોટેક ત્રીજો માળ સિધ્ધિવિનાયક આર્કેડ બાર્સેલોના સર્કલ ટી.જી.વી. હોટલ એસ.પી.રીંગરોડ ઓઢવ અમદાવાદ ખાતેના કેન્દ્રો ઉપર તા.૨૧,૨૨,૨૩,૨૪,૨૮/૦૧/૨૦૨૬ પેપર-૦૧ (બી.ઇ.,બી.ટેક) પ્રથમ શીફ્ટ (કલાક ૦૯/૦૦ થી ૧૨/૦૦) અને બીજી શીફ્ટ કલાક ૧૫/૦૦ થી ૧૮/૦૦ સુધી. તેમજ ૨૯/०૧/२०२૬ના રોજ પેપર -०૨એ (B. Arch), Paper 2B (B. Planning) and Paper 2A & 2B (B. Arch & B. Planning both) પ્રથમ શીફ્ટ (કલાક ૦૯/૦૦ થી ૧૨/૩૦) દરમ્યાન યોજાનાર છે.
આ પરીક્ષા દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને પરીક્ષાર્થીઓ/ઉમેદવારો શાંતચિત્તે શુધ્ધ વાતાવરણમાં પરીક્ષા આપે અને પરીક્ષાનું સુચારૂ સંચાલન થઇ શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારમાં સુલેહ શાંતિ જળવાઇ રહે તે માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરશ્રીની હકુમત હેઠળના વિસ્તારમાં ઉપર જણાવેલ પરીક્ષા કેન્દ્રો પર નીચે મુજબના કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવાનું પ્રવર્તમાન સંજોગોમાં આવશ્યક જણાય છે.
આથી હું જી.એસ. મલિક પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર, ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૦૮/૧૧/૧૯૮૨ ના નોટીફીકેશન નંબર:જીજી/૪૨૨/સી.આર.સી./૧૦૮૨/૧૦૮૦/એમ તથા તા. ૦૭/ ૦૧/ ૧૯૮૯ થી બહાર પાડવામાં આવેલ સંકલિત જાહેરનામા નંબર: જીજી/૬/ફકઅ/૧૦૮૮/૬૭૫૦ /મ. માં અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર શ્રી, અધિક પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર અને સુપ્રિ.ઓફ પોલીસ ને એકઝી. મેજી. તરીકે જાહેર કરવામાં આવેલ છે તે મુજબ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા (BNSS)-૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે અધિકારનો ઉપયોગ કરવા ખાસ અધિકૃત કરવામાં આવેલ હોય તે અધિકારની રૂએ નીચે જણાવેલ વિસ્તાર તથા સમય માટે નીચેના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવું છું.
પ્રતિબંધિત વિસ્તાર:
(૧) પરીક્ષા કેન્દ્રો તથા તેની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલ તમામ મકાનો, જગ્યા, સ્થળ, વિસ્તાર.
(૨) ઝેરોક્ષ સેન્ટર/દુકાનો માટે પરીક્ષા કેન્દ્રો તથા તેની ચોતરફ એક કિલોમીટરની ત્રિજ્યાનો વિસ્તાર.
પ્રતિબંધિત કૃત્યો:
(૧) પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધારે વ્યક્તિઓએ ભેગા થવા પર.
(ર) પરીક્ષા કેન્દ્રોની આસપાસ ઝેરોક્ષ સેન્ટરો ચાલુ રાખવા પર.
(૩) પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર.
(૪) પરીક્ષા સ્થળ પર સક્ષમ અધિકારી સિવાયના તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ મોબાઇલ અને અન્ય ઇલેકટ્રોનીક /વિજાણુ ઉપકરણ લઇ જવા પર.
(૫) પરીક્ષા સ્થળો પર પરીક્ષા સમય દરમ્યાન બિનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર.
(૬) પરીક્ષા સ્થળો પર ગેરરીતી થાય તેવુ કોઇપણ સાધન કે અનઅધિકૃત લેખન સામગ્રી લઇ જવા પર.
(૭) પરીક્ષા કેન્દ્રોની આસપાસ ના વિસ્તારમાં જાહેર વાહન વ્યવહાર અવરોધાય તે રીતે વાહનો ઉભા રાખવા કે પાર્ક કરવા/કરાવવા ઉપર.
(૮) પરીક્ષા સ્થળે કોઇપણ પ્રકારનું હથિયાર લઈ દાખલ થવા ઉપર.
અપવાદ: આ હુકમ ફરજ પરના પોલીસદળ તથા હોમગાર્ડના માણસો તથા પરીક્ષા અનુસંધાને ફરજ પરના અધિકારીઓ/કર્મચારીઓને લાગુ પડશે નહી.
સમયગાળો: આ હુકમ તા.૨૧/૧/૨૦૨૬ થી ૨૪/૧/૨૦૨૬ તથા તા.૨૮/૦૧/૨૦૨૬ ના રોજ કલાક ૦૭/૦૦ થી કલાક ૨૦/૦૦ સુધી અને તા.૨૯/૦૧/૨૦૨૬ના રોજ કલાક ૦૭/૦૦ થી કલાક ૧૫/૦૦ સુધી અમલમાં રહેશે.
શિક્ષા: આ હુકમનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ ની કલમ -૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જાહેર વિજ્ઞાપન: હું આથી આદેશ આપું છું કે, આ હુકમની જાહેરાત નિર્દેશ કરેલ વિસ્તારોમાં સહેલાઇથી દેખી શકાય તેવી જગ્યાઓએ તેની નકલો ચોંટાડી, તેમજ અમદાવાદ શહેર પોલીસના તમામ Social media એકાઉન્ટસ ઉપર તેમજ સ્થાનિક વર્તમાન પત્રો, આકાશવાણી અને દુરદર્શન કેન્દ્રો ઉપરથી બહોળી પ્રસિધ્ધી કરાવવી.
આ હુકમ અન્વયે અમદાવાદ કમિશ્નરેટમાં ફરજ બજાવતા અનાર્મ હેડ.કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના તમામ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-૨૦૨૩ની કલમ -૨૨૩ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.
