વરીયાવની શાળા ક્રમાંક ૩૧૩ ની વિધાર્થિનીએ વાર્તા સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો
જીસીઈઆરટી, ગાંધીનગર દ્વારા નિપુણ ભારત અંતગર્ત વાર્તા કથન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ બાળકોમાં અર્થગ્રહણ અને અભિવ્યક્તિનો વિકાસ થાય એ માટે શિક્ષણની સાથે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
જે અંતર્ગત યોજાયેલ વાર્તા સ્પર્ધામાં વરીયાવની કવિશ્રી અમૃત ઘાયલ પ્રાથમિક શાળા ક્રમાંક ૩૧૩ ની ધોરણ ૪ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ફેરી નિલેશકુમાર ચૌહાણે પ્રિપરેટરી સ્ટેજ: ૩ થી ૫ માં ક્લસ્ટર કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી સુરત કોર્પોરેશનનાં બ્લોક કક્ષાએ પણ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધારેલ છે.
શાળાનાં શિક્ષક મનિષાબેન પટેલનાં માર્ગદર્શન દ્વારા ફેરી પોતાની અસરકારક અભિવ્યક્તિ અને વકતૃત્વ કળા સાથે જિલ્લા કક્ષાએ રાંદેર અને સેન્ટ્રલ ઝોનની શાળાઓનું પ્રતિનિધિત્વ કરશે. આચાર્ય અલ્પેશ પટેલે તેણીને સમગ્ર શાળા પરિવાર વતી અભિનંદન આપી આગામી સ્પર્ધામાં સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી .
