Western Times News

Gujarati News

અમેરિકામાં ફેડરલ એજન્ટના ફાયરિંગમાં વધુ એકનું મોત

મિનેપોલિસ, અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનેપોલિસ શહેરમાં યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટના ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયા બાદ ફરી ઉગ્ર વિરોધી દેખાવો થયા હતાં.

કાતિલ ઠંડી અને બરફવર્ષા વચ્ચે હજારો લોકો શેરીમાં ઉતરી આવ્યા હતાં અને ઇમિગ્રેશન એજન્ટોને પાછા બોલાવી લેવાની માગણી કરી હતી. એક સપ્તાહ પહેલા આ શહેરમાં અધિકારીઓના ગોળીબારમાં એક મહિલાનું મોત થયું હતું અને તે સમયે પણ ઉગ્ર દેખાવો થયાં હતાં. પરિવારના સભ્યોએ મૃતકની ઓળખ એલેક્સ પ્રેટી તરીકે કરી હતી.

૩૭ વર્ષીય પ્રેટી ઇન્ટેન્સિવ કેર યુનિટ નર્સ તરીકે કામગીરી કરતા હતાં. તેમણે અગાઉ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રન્ટ્‌સ વિરોધી કડક કાર્યવાહીનો વિરોધ કર્યાે હતો. આ ઘટના પછી ગુસ્સે ભરાયેલા લોકો એકઠા થયાં હતાં. તેનાથી ફેડરલ અધિકારી અને દેખાવકારો વચ્ચે અથડામણ થઈ હતી. ફેડરલ એજન્ટોએ લાઠીચાર્જ કર્યાે હતો અને ફ્લેશ બેંગ્સનો ઉપયોગ કર્યાે હતો.

ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના પ્રવક્તા ટ્રિશિયા મેકલોફલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેડરલ અધિકારીઓ એક ઓપરેશન હાથ ધરી રહ્યાં હતા ત્યારે હેન્ડગન સાથેનો વ્યક્તિ તેમની તરફ ઘસી આવ્યો હતો. અધિકારીઓએ તેને નિઃશસ્ત્ર કરવાનો પ્રયાસ કર્યાે ત્યારે હિંસક રીતે પ્રતિકાર કર્યાે હતો, તેથી અધિકારીઓએ રક્ષણાત્મક ગોળીબાર કર્યાે હતો.

જો આ ફાયરિંગ પછી તરત જ બહાર આવેલા વીડિયોમાં પ્રેટી હાથમાં ફોન સાથે જોવા મળે છે, પરંતુ કોઈ પણ વીડિયોમાં તેઓ હથિયાર સાથે દેખાતાં નથી. ડીએચએસ સચિવ ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે પ્રેટી કાયદા અમલીકરણ કામગીરીમાં અવરોધ ઊભો કરવા માટે આવ્યો હતો.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મિનેસોટાના ગવર્નર ટીમ વાલ્ઝ અને મેયરની નિંદા કરતાં જણાવ્યું હતું કે ડેમોક્રેટિક ગવર્નર અને મેયર તેમના ભડકાઉ, ખતરનાક અને ઘમંડી વાણી-વર્તનથી લોકોને ઉશ્કેરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.