‘ધુરંધર’ ફેમ અભિનેતા નદીમ ખાનની ધરપકડ
મુંબઈ, ધુરંધર ફિલ્મમાં અક્ષય ખન્નાના રસોઇયાની ભૂમિકા ભજવનારા ફેમસ અભિનેતા નદીમ ખાનની પોલીસે ધરપકડ કરી છે. નદીમના ઘરે કામ કરતી નોકરાણીએ જ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. નદીમ ખાનના ઘરે છેલ્લા ૧૦ વર્ષથી કામ કરતી મહિલાએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે નદીમે લગ્નની લાલચ આપી ૧૦ વર્ષ સુધી અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા. પરંતુ હવે લગ્ન કરવાનો ઈનકાર કરી રહ્યો છે.
સમગ્ર મામલે પોલીસે કહ્યું છે કે, ૪૧ વર્ષની પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધી નદીમ ખાનની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે કસ્ટડીમાં છે. પોલીસ ફરિયાદ અનુસાર આ મહિલા વિવિધ એક્ટર્સના ઘરે કામ કરવા માટે જતી હતી.
વર્ષાે પહેલા તે નદીમના સંપર્કમાં આવી હતી અને પછી તેના ત્યાં પણ કામ કરવાનું શરૂ કર્યું. નદીમ અને મહિલા વચ્ચે નિકટતા વધી અને નદીમે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી. ૧૦ વર્ષ સુધી અનેક વખત પોતાના નિવાસ સ્થાને બોલાવી શારીરિક સંબંધ બાંધ્યા. નોંધનીય છે કે કે ધુરંધરમાં નદીમનો રોલ નાનો હતો પણ આ ફિલ્મના કારણે તેને ઘરે ઘરે લોકો ઓળખતા થયા છે. અગાઉ પણ તે ફિલ્મોમાં સાઈડ રોલનું કામ કરી ચૂક્યો છે.SS1MS
