Western Times News

Gujarati News

અણઘડ આયોજન: અમદાવાદમાં તૈયાર થઈ રહેલ ટ્રાફિકજામના નવા સ્પોટ

પાર્કિંગ વેચવાનો વિવાદ: ₹76 કરોડના ખર્ચે બનેલું પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ તંત્ર દ્વારા વેચવાની તૈયારી થઈ રહી છે, જેની સામે વિપક્ષે આકરા આક્ષેપો કર્યા છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પા‹કગ સમસ્યા વકરી રહી છે તેવા સમયે જ વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષના અણઘડ આયોજનના કારણે ટ્રાફિકજામના નવા સ્પોટ ઉભા થઈ રહયા છે જેના કારણે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ ગંભીર બની શકે છે.

આ ઉપરાંત તંત્ર દ્વારા કોઈપણ સર્વે કે આયોજન વિના તૈયાર કરવામાં આવેલ પ્રહલાદનગર મલ્ટીલેવલ પા‹કગ પણ વેચવામાં આવી રહયું છે. કદાચ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મહાનગરપાલીકા આ રીતે પા‹કગનું વેચાણ કરશે તેવા આક્ષેપ કોંગ્રેસ પાર્ટીએ કર્યાં હતાં.

  • અણઘડ આયોજનથી ટ્રાફિકની સમસ્યા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નબળા આયોજનને કારણે શહેરમાં ટ્રાફિકના નવા સ્પોટ ઊભા થઈ રહ્યા છે, જે ભવિષ્યમાં ગંભીર સમસ્યા સર્જી શકે છે.

  • ફ્લાયઓવરના છેડાઓ વચ્ચે ટ્રાફિક જામ: પાંજરાપોળ અને પંચવટી ફ્લાયઓવરના છેડા જ્યાં ઉતરશે તેની વચ્ચે આવેલા સી.એન. વિદ્યાલય ત્રણ રસ્તા પાસે ભારે ટ્રાફિક જામ થવાની શક્યતા છે.

  • રસાલા ગાર્ડન પાસેની સ્થિતિ: પંચવટી જંકશન બ્રિજનો છેડો રસાલા ગાર્ડન પહેલાં ઉતરશે, જેના કારણે ત્યાં પણ ટ્રાફિકની સ્થિતિ વણસશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

  • અંધજન મંડળ અને કેશવબાગ જંકશન: અંધજન મંડળ ફ્લાયઓવર ઉપર નવો બ્રિજ બનાવવાથી કેશવબાગ ચાર રસ્તા ના બંને છેડે બ્રિજ થઈ જશે, પરિણામે ત્યાં ટ્રાફિક જામમાં વધારો થશે.

  • વણવપરાયેલા મલ્ટીલેવલ પાર્કિંગ: પ્રહલાદનગર અને સિંધુભવનમાં કરોડોના ખર્ચે બનેલા મલ્ટીલેવલ પાર્કિંગ કોઈપણ સર્વે વિના બનાવવામાં આવ્યા હોવાથી હાલ બંધ હાલતમાં છે.

  • પાર્કિંગ વેચવાનો વિવાદ: ₹76 કરોડના ખર્ચે બનેલું પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ તંત્ર દ્વારા વેચવાની તૈયારી થઈ રહી છે, જેની સામે વિપક્ષે આકરા આક્ષેપો કર્યા છે.

મ્યુનિ. કોર્પોરેશનની વાર્ષિક સામાન્ય સભામાં વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણે આક્રમક રજુઆત કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના પાંજરાપોળ જંકશન ઉપર ફ્‌લાયઓવર બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સિવાય આંબાવાડીના ગીતા રાંભિયા સર્કલ ઉપર પણ પંચવટી ફ્‌લાયઓવરની કામગીરી ચાલી રહી છે. હવે શહેરનો પંચવટી જંકશન ફ્‌લાયઓવરનો છેડો સીએન વિદ્યાલયના ગેટ આગળ ઉતરશે.

જ્યારે બીજી તરફ, પાંજરાપોળ જંકશનનો છેડો સરકારી પોલીટેકનિકના ગેટ આગળ ઉતરશે. આ બે ફ્‌લાયઓવરના છેડા ઉતરશે તેની વચ્ચે રિલાયન્સ પેટ્રોલ પંપની આગળ સીએન વિદ્યાલયના ત્રણ રસ્તા આવે છે. આ બે ફ્‌લાયઓવરના કામ પૂર્ણ થયા બાદ આ સીએન વિદ્યાલય ત્રણ રસ્તા જંકશન ઉપર ભારે ટ્રાફિક જામ થશે તે નક્કી છે. તેવી જ રીતે રસાલા ગાર્ડનના ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામ થાય છે.

પંચવટી જંકશનથી રસાલા તરફ આવતા રોડની વચ્ચે બીઆરટીએસનું બસ સ્ટેન્ડ આવેલું છે. જોકે, હવે પંચવટી જંકશન ઉપર ફ્‌લાયઓવર બનાવવામાં આવશે. હવે આ પંચવટી જંકશન બ્રિજનો છેડો સીધો રસાલા ગાર્ડન પહેલાં ઉતરશે. જેથી રસાલા ગાર્ડન ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામ સર્જાય તેવી સ્થિતિ ઉભી થશે. કેશવબાગ ત્રણ રસ્તા હાલમાં આઆઇએમ રોડ ઉપર અંધજન મંડળ જંકશન ઉપર ફ્‌લાયઓવર બનાવવામાં આવેલો છે.

હવે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૧૩૨ ફુટના રિંગ રોડ ઉપર અંધજન મંડળ જંકશન ઉપર ફ્‌લાયઓવરની ઉપરથી નવો ફ્‌લાયઓવર બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જોકે, હાલમાં કેશવબાગ ત્રણ રસ્તા ઉપર ભારે ટ્રાફિક જામ થાય છે.

હવે નવો ફ્‌લાયઓવર બનાવવામાં આવશે તો કેશવબાગ ચાર રસ્તા ઉપર ટ્રાફિક જામ વધશે. કેમ કે, ૧૩૨ ફુટના રિંગ રોડ ઉપર અંધજન મંડળ ઉપર નવો ફ્‌લાયઓવર બનાવવામાં આવે તો કેશવ બાગ ચાર રસ્તાના બંને છેડે બ્રિજ થશે. જેથી આ સ્થળે વધુ ટ્રાફિક જામ સર્જાશે. આમ, તંત્રના અણઘડ આયોજન ના કારણે નજીકના ભવિષ્યમાં જ ટ્રાફિકજામ ના નવા સ્પોટ બનશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોઈપણ જાતના ટ્રાફિક સર્વે કર્યા વિના જ મોટા માથાઓને ખુશ કરવા માટે પ્રહલાદનગર અને સીંધુભવનમાં કરોડો રૂપિયાના ખર્ચથી મલ્ટીલેવલ પા‹કગ બનાવવામાં આવ્યા છે જે બંને હાલ બંધ સ્થીતિમાં જ છે.

ચોંકાવનારી અને શરમજનક બાબત એ છે કે રૂ.૭૬ કરોડના ખર્ચથી તૈયાર કરવામાં આવેલ પ્રહલાદનગર મલ્ટીલેવલ પા‹કગ તંત્ર દ્વારા વેચાણ કરવામાં આવી રહયું છે અને તે માટેની દરખાસ્ત પણ સ્ટેન્ડિગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવી છે. એક તરફ શહેરમાં પા‹કગની સમસ્યા છે જયારે બીજીતરફ સત્તાધારી પાર્ટી તૈયાર પા‹કગના વેચાણ કરી રહી છે જે સમગ્ર દેશનો એક અદ્‌ભુત કેસ બની રહયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.