શામળાજી તાલુકાના કાગડામહુડા ખાતે ઓપન ગ્રામીણ વાલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ
(પ્રતિનિધિ) બાયડ, વાલીબોલ ટુર્નામેન્ટનો શુભારંભ મુખ્ય મહેમાન IPS રાજેન્દ્ર.વી.અસારી (ભારત સરકાર) હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનનું શાલ ઓઢાડી બુકે થી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગ રૂપે સરકારમાં વિવિધ સેવાઓ પૂરી પાડી વયનિવૃત્ત થયેલા કાગડામહુડા અને સરકીલીમડીના નિવૃત્ત કર્મચારીઓના નામ અને પરિચયની તક્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
જ્યારે કાર્યક્રમમાં ભિલોડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ગામના સરપંચ શ્રીમતિ કુંદનબેન ડામોર જિલ્લા પંચાયત સદસ્ય ડૉ. વનરાજ ડામોર, અરવિંદભાઇ એમ ભરાડા (નિવૃત અધિક કલેક્ટર), મંગુભાઇ ભગોરા, ધીરુભાઇ ડામોર, સેમ્યુલભાઇ ડામોર તથા ગામના આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓપન ગ્રામીણ વાલીબોલ ટુર્નામેન્ટમાં કુલ ૨૫ ટીમોએ ભાગ લીધો હતો
જેમાં નડિયાદ સ્પોન્સર સરકીલીમડી ટીમ વિજેતા બની હતી, જ્યારે ઉપવિજેતા બરોડા સ્પોન્સર વાકાટીંબા ટીમ બની હતી. ગ્રામીણ કક્ષાએ કાગડામહુડા વિજેતા અને નવલશ્યામને ઉપવિજેતા જાહેર કરવામાં આવી હતી. વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું.
