Western Times News

Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાસણ ગીરમાં જંગલ સફારીનો નજારો માણ્યો

ગીરમાં સિંહના સંવર્ધન માટેની બહુસ્તરીય કામગીરીની માહિતી મેળવી વન કર્મીઓને પ્રોત્સાહિત કર્યા-મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સાસણગીરમાં ગીર જંગલ સફારીની મુલાકાત લઇ સિંહ દર્શન કર્યા

ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025 ની વસ્તી ગણતરી પ્રમાણે 891 સિંહ વિહરે છે.

મુખ્યમંત્રીશ્રીએ ગીર સફારીમાં સિંહ દર્શન કર્યા હતા. નિર્ભય મુક્ત રીતે વિહરતા સિંહ સહિતના વન્યજીવો નિહાળી મુખ્યમંત્રીશ્રી આનંદિત થયા હતા.

મુખ્યમંત્રીશ્રીએ આજે ગીર સફારીમાં કેરંભા થાણા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મુખ્યમંત્રીશ્રી એ જુદા જુદા બે વિસ્તારમાં સિંહોને નિહાળ્યા હતા. ગીર અને સમગ્ર સૌરાષ્ટ્રના સિહોની વસાહત વાળા વિસ્તારમાં વર્ષ 2025 ની વસ્તી ગણતરી પ્રમાણે 891 સિંહ વિહરે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં વન્યજીવ ખાસ કરીને સિંહના સંરક્ષણ માટે પ્રોજેક્ટ લાઈનની અમલવારી કરવામાં આવી છે. જે સિંહોના સંરક્ષણ માટે બહુ આયામી સંરક્ષણ શૃંખલાને સાર્થક કરે છે. ગીર સફારી પાર્ક અને સંલગ્ન વિસ્તારમાં હાલ પ્રવાસીઓના જંગલ મુલાકાત અને વન્ય જીવ દર્શનના  13 રુટ કાર્યરત છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ત્રીજી માર્ચની વાઇલ્ડ લાઇફ દિવસની ઉજવણી અંતર્ગત તેમની મુલાકાત બાદ ગીરમાં પ્રવાસીઓનો વધારો થયો છે જેને કારણે રોજગારીની તકો પણ વધી છે.

મુખ્યમંત્રીશ્રીને સાસણના નાયબ વન સંરક્ષક શ્રી પ્રશાંત તોમરે સાસણમાં વન વિભાગ દ્વારા સિંહ અને વન્યજીવોના સંરક્ષણ ની કામગીરીની માહિતી આપી હતી. મુખ્યમંત્રીશ્રીની ગીરની મુલાકાત દરમિયાન વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.