પ્રભાસ ફેબ્રુઆરીથી કલકી ૨૮૯૮ એડીના બીજા ભાગનું શૂટિંગ શરૂ કરવાનો હોવાની ચર્ચા
મુંબઈ, સુપરસ્ટાર પ્રભાસના ખાતામાં હાલ અનેક મોટા પ્રોજેક્ટ્સ છે. ગયા વર્ષે નવેમ્બરમાં તેણે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટનું શૂટિંગ શરૂ કર્યું હતું. હવે નવા અહેવાલો અનુસાર, પ્રભાસ ટૂંક સમયમાં કલકી ૨૮૯૮ એડીની સિક્વલ પર કામ શરૂ કરવા માટે સેટ પર પહોંચશે.સ્પિરિટ અને કલકી ૨૮૯૮ એડી ૨ પ્રભાસના સૌથી મહત્વના પ્રોજેક્ટ્સમાં સામેલ છે.
એક તરફ તે વાંગાની સ્પિરિટ પર કામ કરી રહ્યો છે, ત્યાં અહેવાલો મુજબ હવે તે ૨ ફેબ્›આરીથી કલકી ૨૮૯૮ એડી પાર્ટ -૨નું શૂટિંગ શરૂ કરશે. એક્સ પર એક અકાઉન્ટમાં લખાયું હતું કે, રેબેલ સ્ટાર પ્રભાસ ફરી સક્રિય થઈ ગયો છે, ૨ ફેબ્›આરીથી કલકી ૨નું શૂટ શરૂ થશે. ૧૫ ફેબ્›આરીથી સ્પિરિટનું કામ શરૂ થશે.આમ પ્રભાસે ૧૫ ફેબ્›આરી, ૨૦૨૬થી ફરી સ્પિરિટ પર કામ શરૂ કરવા માટે તારીખો પણ ફાઈનલ કરી છે.
અગાઉ એવા અહેવાલ હતા કે પ્રભાસ માત્ર ૯૫ દિવસમાં સ્પિરિટનું સંપૂર્ણ શૂટિંગ પૂરુ કરી દેશે એવી શક્યતા છે. આ અહેવાલો મુજબ વાંગાએ ફિલ્મને આ સમયમર્યાદામાં પૂરી કરવા માટે શૂટિંગ શેડ્યૂલ બહુ જ કાળજીપૂર્વક રીતે ગોઠવ્યું છે.
જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સ્પિરિટ એક્શન ફિલ્મ માટે પ્રભાસ અને સંદીપ રેડ્ડી વાંગા પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મને એક ઇન્ટેન્સ કાપ ડ્રામા ગણાવવામાં આવી રહી છે. ફિલ્મમાં પ્રભાસ સાથે તૃપ્તિ ડિમરી, વિવેક ઓબેરોય અને પ્રકાશ રાજ પણ મહત્વની ભૂમિકામાં છે.SS1MS
