Western Times News

Gujarati News

‘કાંતારા’ ફેમ દૈવા પરંપરાની મજાક ઉડાવવી રણવીર સિંહને ભારે પડી

મુંબઈ, બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ વિરુદ્ધ બેંગલુરુમાં હિન્દુ ધાર્મિક લાગણીઓ દુભાવવા અને કર્ણાટકની પ્રાચીન ‘ચાવુંડી દૈવા’ પરંપરાનું અપમાન કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે.

વકીલ પ્રશાંત મેથલની ફરિયાદ બાદ કોર્ટે હાઈ ગ્રાઉન્ડ્‌સ પોલીસ સ્ટેશનને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૯૬, ૨૯૯ અને ૩૦૨ હેઠળ ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે.આ વિવાદ નવેમ્બર ૨૦૨૫ માં ગોવા ખાતે યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન સર્જાયો હતો. આક્ષેપ છે કે રણવીર સિંહે મંચ પર ‘પંજુરલી’ અને ‘ગુલિગા’ દૈવા (જે ફિલ્મ ‘કાંતારા’ દ્વારા પ્રખ્યાત થયા છે) ના પવિત્ર હાવભાવની હાંસી ઉડાવી હતી.

વધુમાં, તેમણે ચાવુંડી દૈવાને ‘મહિલા ભૂત’ તરીકે સંબોધ્યા હતા, જ્યારે તે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવ્ય સ્ત્રી શક્તિ અને રક્ષક દેવી તરીકે પૂજાય છે.રણવીર સિંહે સોશિયલ મીડિયા પર માફી માંગતા સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈરાદો માત્ર ઋષભ શેટ્ટીના અભિનયની પ્રશંસા કરવાનો હતો અને તેઓ દરેક સંસ્કૃતિનું સન્માન કરે છે. જોકે, કોર્ટે આ મામલે ગંભીરતા દાખવી છે અને આગામી સુનાવણી ૮ એપ્રિલના રોજ નક્કી કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.