Western Times News

Gujarati News

‘૧૧૨’ ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા ૪ મહિનામાં કુલ ૩.૮૨ લાખથી વધુ ઇમરજન્સી કેસ એટેન્ડ કરાયા

૧૧૨ સેવાની ટેકનોલોજી અને તેની કામગીરીની દર મહિને સમીક્ષા કરાશે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ

Ø  રાજ્ય પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓની ટીમ સાથે ૧૧૨‘ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી

Ø  ડેટા એનાલિટિક્સના ઉપયોગ દ્વારા ઇમરજન્સીમાં મદદ પહોંચાડવાનો સમય ઘટાડીને ૧૦ મિનિટથી પણ ઓછો કરવા સૂચન

Ø  જાન્યુઆરી ૨૦૨૬માં ઇમરજન્સી કેસનો સરેરાશ રિસ્પોન્સ ટાઇમ ૧૧ મિનિટ ૫૬ સેકન્ડ

રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન. રાવે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે અત્યાધુનિક ૧૧૨‘ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ઇમરજન્સી સેવાઓની કામગીરી બારીકાઈથી સમજવાનો અને તેને વધુ ઝડપી બનાવવાનો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા શરૂ કરવામાં આવેલી ૧૧૨‘ ઈમરજન્સી નંબર પોલીસફાયર બ્રિગેડમેડિકલડિઝાસ્ટર મેનેજમેન્ટચાઈલ્ડ હેલ્પલાઈન અને મહિલા હેલ્પલાઈન માટે એક જ સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ‘ તરીકે સફળતાપૂર્વક કાર્યરત છે.

મુલાકાત દરમિયાન ડો. રાવે ઈમરજન્સી કોલને કેવી રીતે એટેન્ડ કરવામાં આવે છેતેને કઈ કેટેગરીમાં વહેંચવામાં આવે છે અને જીપીએસ સિસ્ટમ દ્વારા નજીકની ગાડીને કેવી રીતે સ્થળ પર મોકલવામાં આવે છે તે અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ડેટા એનાલિટિક્સના ઉપયોગ દ્વારા ઇમરજન્સીમાં મદદ પહોંચાડવાનો સમય ઘટાડીને ૧૦ મિનિટથી પણ ઓછો કરવા સૂચન કર્યું હતું. 

રાજ્યભરમાં ૧૧૨‘ ઇમરજન્સી સેવા હેઠળ છેલ્લા ૪ મહિનામાં કુલ ૩,૮૨,૭૨૮ ઇમરજન્સી કેસ એટેન્ડ કરવામાં આવ્યાં છે. ઇમરજન્સી પરિસ્થિતિમાં એક દિવસમાં સરેરાશ ૧૨,૦૦૦ થી વધુ કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે. આ સેવામાં જાન્યુઆરી ૨૦૨૬માં સરેરાશ રિસ્પોન્સ ટાઇમ ૧૧ મિનિટ ૫૬ સેકન્ડ રહ્યો છે.

ડો. કે.એલ.એન. રાવે સમીક્ષા કરતાં જણાવ્યું હતું કેફિલ્ડમાં હાજર પોલીસ અને કંટ્રોલ રૂમ વચ્ચેનો સચોટ તાલમેલ જ આ સેવાની સફળતાનો પાયો છે. ૧૧૨ સેવાની ટેકનોલોજીહ્યુમન રિસોર્સ અને સમગ્ર ટીમની કામગીરીની દર મહિને સમીક્ષા કરવામાં આવશે. ફીલ્ડમાં રહેલી ટીમો ‘MDT’ એપ્લિકેશનનો ઉપયોગ કરવા અને પ્રોટોકોલ મુજબ કામ થાય તે અંગે પણ ડો. રાવે ચર્ચા કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કેનાગરિકોને મુશ્કેલીના સમયે ઝડપથી મદદ મળી રહે તે હેતુથી ગુજરાતની ૧૧૨‘ સેવાને સમગ્ર દેશમાં એક આદર્શ અને ભરોસાપાત્ર મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય છે.

આ મુલાકાતમાં તેમની સાથે એડીશનલ ડીજીપી શ્રી રાજકુમાર પાંડિયનશ્રી ખુરશીદ અહેમદઆઈજીપી શ્રી દીપક મેઘાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.