લાગણીઓ બોલવા કરતાં અનુભવાય તે વધુ જરૂરી છે: અદિતિ રાવ હૈદ્રી
મુંબઈ, લાંબા સમય પછી ઇન્ડિયન સિનેમામાં એક અલગ પ્રયોગ થવા જઈ રહ્યો છે, અદિતિ રાવ હૈદ્રી, વિજય સેતુપતિ અને અરવિંદ સ્વામીની એક સાયલન્ટ ફિલ્મ ‘ગાંધી ટોક્સ’ આવી રહી છે.
અદિતિની કૅરિઅરની આ એક મહત્વની ફિલ્મ છે. તેણે પોતાની કૅરિઅરમાં મણિ રત્નમ અને સંજય લીલા ભણસાલી જેવા ખુબ સર્જનાત્મક ડિરેક્ટર્સ સાથે કામ કર્યું છે, જેમની ફિલ્મ અને ફિલ્મ બનાવવાની શૈલી બધું જ અલગ છે. આ દરેક રોલમાં તેણે પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા છે.
ત્યારે એક સાયલન્ટ ફિલ્મમાં કામ કરવાના અને ખાસ તો વિજય સેતુપતિ અને અરવિંદ સ્વામી દેવા કલાકારો સાથે કામ કરવાના પોતાના અનુભવ વિશે તાજેતરમાં જ અદિતિએ એક ઇન્ટરવ્યુમાં વાત કરી છે. અદિતિએ કહ્યું, “મને આ ફિલ્મની જે બાબત સૌથી વધુ ગમી છે, તે એ કે- લાગણીઓ બોલવા કરતાં અનુભવાય તે વધુ જરૂરી છે.
આ ફિલ્મ નબળાઈ અને મૌન બંનેને સુંદર રીતે એકસાથે રજુ કરે છે.” જ્યારે વિજય સેતુપતિએ આ ફિલ્મ વિશે કહ્યું, “મને આ ફિલ્મે શબ્દોવિના લાગણીઓ પ્રસ્તુત કરવાનો પડકાર આપ્યો હતો. આ એક એવી અલભ્ય ફિલ્મ છે, જેમાં મૌન જ સૌથી મજબુત ડાયલોગ છે.” જ્યારે આ ફિલ્મ વિશે વાત કરતા અરવિંદ સ્વામીએ કહ્યું, “ઘોંઘાટથી ચાલતી દુનિયામાં ગાંધી ટોક્સ આપણને યાદ અપાવે છે કે મૌન હજુ પણ અંતરાત્માને હચમચાવી શકે છે.
આ એક એવી ફિલ્મ છે, જેમાં શબ્દો એકબાજુએ રહી જાય છે અને સત્ય શાંતિથી પ્રવેશ કરે છે. રહેમાનનું લાગણીશીલ સંગીત આ ફિલ્મની ભાષા બન્યું છે.”આ ફિલ્મના ટ્રેલરમાં અદિતી વિજય સેતુપતિ સાથે જોવા મળે છે અને તેમની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દ્રર્શકોને પસંદ આવી રહી છે. રહેમાનના સંગીતે આ ફિલ્મમાં ઉંડાણ ઉમેર્યું છે. આ ફિલ્મ પાંડુરંગ બેલેકરે ડિરેક્ટ કરી છે જે એક નીડર અને બેબાક પ્રયોગ છે. આ ફિલ્મ ૩૦ જાન્યુઆરીએ થિએટરમાં રિલીઝ થઈ રહી છે.SS1MS
