પુરુષ કલાકારો ૬૦ વર્ષે ય રોમેન્ટિક રોલ કરે અને મહિલા કલાકારોની એક્સ્પાયરી ડેટઃ મોના
મુંબઈ, મોના સિંહ ઓટીટી પર એક પછી એક સફળ રોલ કરી રહી છે, ટૂંક સમયમાં તે કોહરાની બીજી સીઝનમાં એક પોલિસ ઓફિસરના રોલમાં જોવા મળશે. જેમાં તે અંગત સમસ્યાઓ સાથે એક મહિલાની હત્યાના કેસની તપાસ કરતી જોવા મળશે.
ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં મોનાએ ઇન્ડસ્ટ્રીમાં મહિલા અને પુરુષ કલાકારો માટેના બેવડાં ધોરણો અંગે વાત કરી હતી.પીટીઆઈ સાથે કરેલી વાતચીતમાં મોનાએ ૪૦ વર્ષની ઉંમરમાં પણ ૫૦ કે ૬૦ વર્ષની ઉંમરના પાત્રો ભજવવા વિશે વાત કરી હતી.
મોનાએ જણાવ્યું, “મેં મારી ઓનસ્ક્રીન ઉંમર વિશે ક્યારેય ચિંતા કરી નથી. મેં એ વિશે ક્યારેય નથી વિચાર્યું કારણ કે મને મારામાં આત્મવિશ્વાસ છે અને હું જાણું છું કે હું કોણ છું. હું કોઈની સામે કંઈ જ સાબિત કરવા માગતી નથી તેથી હું જોખમ લીધાં કરું છું. લોકો મને ઘણી વખત પુછે છે, “તું સ્ક્રીન પર આટલી ઘરડી કેમ દેખાય છે?” હું કહું છું, શું ફેર પડે છે. એ માત્ર એક પાત્ર છે અને એમાં મને મજા આવે છે.”
મોનાએ ઇન્ડસ્ટ્રીમાં સ્ત્રીઓ અને પુરુષોની ઉમર સાથે અલગ વર્તન વ્યવહાર વિશે પણ વાત કરી હતી. તેણે જણાવ્યું, “ઇન્ડસ્ટ્રીમાં માત્ર મહિલાઓ જ એક્સ્પાયરી ડેટ્સ સાથે આવે છે અને એ ઘણી દુઃખની વાત છે. જ્યારે પુરુષ કલાકારો તો ૬૦એ પહોંચીને પણ રોમેન્ટિક રોલ કરતા જોવા મળે છે, પણ મહિલાઓને એવું કામ નથી મળતું. પરંતુ મારે એવું કશું બનવું નથી, તેથી મને તેની કોઈ પરવા નથી.”SS1MS
