અનન્યા પાંડેને ને ફ્રેકચર થયું, કોઈની ખરાબ નજર લાગ્યાનો દાવો
મુંબઈ, અનન્યા પાંડેને એક હાથમાં ફ્રેકચર થયું છે. તેણે સ્લિન્ગ સાથેનો ફોટો પોતે શેર કર્યાે છે. જોકે, ઈજાની કોઈ વિગતો નથી આપી. અનન્યાની તસવીર જોઈ ચાહકોએ તેની ઈજા વિશે ચિંતા વ્યક્ત કરી હતી. અનન્યા પાંડે ને સોશયલ મીડિયા પર એકટિવ રહેતી હોય છે.
તેણે હાલમાં જ પોતાની એક તસવીર શેર કરી હતી જેમાં તેનો હાથ સ્લિન્ગમાં જોવા મળ્યો હતો. સાથે તેણે કેપ્શન લખ્યું છે કે, ૨૦૨૬માં તેને કોઇની ખરાબ નજર લાગી ગઇ હોવાથી શરૂઆત જ સારી થઇ નથી. જોકે તેણે ફ્રેકચર કઇ રીતે અને ક્યાં થયું હોવા વિશે કોઇ સ્પષ્ટતા કરી નથી. અનન્યા આ ઈજાના કારણે થોડા દિવસો આરામ કરે તેવી સંભાવના છે. આથી તેનાં શૂટિંગ શિડયૂલ ખોરવાઈ શકે છે.SS1MS
