મહિનાથી ચાલી રહેલી ચર્ચાઓ અને ધારણાઓ બાદ હવે ફેડ ચેરમેનનું નામ જાહેર થવા જઈ રહ્યું છે
ટ્રમ્પની મોટી જાહેરાત, કહ્યું નવા ફેડ ચેરમેનની જાહેરાત કરશે! અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આ નિર્ણય વ્યાજ દરો, ડોલર અને ગ્લોબલ માર્કેટની દિશા કેવી રીતે બદલશે
વોશિંગ્ટન, અમેરિકન સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વને લઈને રાજનીતિ અને આર્થિક હલચલ વધી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ શુક્રવારે સવારે નવા ફેડ ચેરમેનના નામની જાહેરાત કરશે. મહિનાથી ચાલી રહેલી ચર્ચાઓ, અટકળો અને ધારણાઓ બાદ હવે ફેડ ચેરમેનનું નામ જાહેર થવા જઈ રહ્યું છે.
President Trump on Friday called Kevin Warsh the “perfect candidate” to succeed Jerome Powell as Federal Reserve chair. “This was the man that’s most qualified.”
સવાલ માત્ર એટલો નથી કે આગામી ફેડ ચેર કોણ હશે, પરંતુ એ પણ છે કે ટ્રમ્પનો આ નિર્ણય વ્યાજ દરો, ડોલર અને ગ્લોબલ માર્કેટની દિશા કેવી રીતે બદલશે.
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે કહ્યું કે તેઓ શુક્રવારે સવારે ફેડરલ રિઝર્વના નવા ચેરમેનના નામની જાહેરાત કરશે. ટ્રમ્પે મજાકમાં કહ્યું, હું કાલે સવારે ફેડ ચેરમેનની જાહેરાત કરીશ. જો મેં નિર્ણય ના લીધો હોત, તો મારે ખૂબ ઝડપથી કામ કરવું પડતું.
પોવેલના ઉત્તરાધિકારીને પસંદ કરવાની આ પ્રક્રિયા સપ્ટેમ્બરમાં શરુ થઈ હતી. શરૂઆતમાં ૧૧ ઉમેદવારોની લાંબી યાદી તૈયાર કરાઈ હતી, જેમાં વર્તમાન અને પૂર્વ ફેડ અધિકારી, પ્રખ્યાત ઇકોનોમિસ્ટ અને વોલ સ્ટ્રીટના ઇન્વેસ્ટમેન્ટ પ્રોફેશનલ સામેલ હતા. આ પ્રક્રિયાની શરૂઆત છટણી કરી હતી.
જે બાદ ઉમેદવારોની સંખ્યા પહેલાં પાંચ અને ચાર સુધી સીમિત કરી દેવાઈ હતી. હવે જે ચાર નામ સુધી વધુ મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે, તેમાં પૂર્વ ફેડ ગવર્નર, નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડાયરેક્ટર , વર્તમાન ફેડ ગવર્નર અને બ્લેકરોકમાં ફિક્સ્ડ ઇનકમના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર સામેલ છે. આ ચારેય નામ ઘણા સપ્તાહથી ચર્ચામાં છે અને માર્કેટ પણ તેની પર નજર રાખીને બેઠું છે.
રસપ્રદ વાત એ છે કે પ્રોડક્શન માર્કેટમાં આ રેસને લઈને ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. ગત કેટલાક સમય સુધી કેવિન હેસેટને રેસમાં આગળ માનવામાં આવતા હતા. ત્યારબાદ કેવિન વાર્શ ચર્ચામાં આવ્યા અને હાલ રિક રીડર આગળ માનવામાં આવે છે. જોકે, ગુરુવાર સાંજ સુધીમાં પરિસ્થિતિ બદલાઈ અને સટ્ટા બજારમાં કેવિન વાર્શ તેમાં આગળ વધતાં દેખાયા.
કેટલાક પ્લેટફોર્મ્સ પર તેમને ૮૦% સુધીની જીતની સંભાવના સાથે સૌથી મજબૂત દાવેદાર બતાવાયા હતા. આ દરમિયાન એવા સમાચાર સામે આવ્યા કે કેવિન વાર્શ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં હાજર હતા. જોકે, વ્હાઇટ હાઉસે આ અટકળોને રદિયો આપતાં જણાવ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે રાષ્ટ્રપતિ પોતે જ પોતાના નિર્ણયની જાહેરાત કરશે. વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે ત્યાં સુધી ફેડ ચેરને લઈને ચાલી રહેલ બધી જ રિપોર્ટીંગ નકામી અટકળો છે.
