Western Times News

Gujarati News

સરદારનગરમાં કસાઈઓને પડકારતાં મહિલાને માર મારવાની ધમકી

અમદાવાદ: શહેરમાં કસાઈઓના ત્રાસ વધી ગયા છે દિવસે દરમીયાન અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરીની રેકી કર્યા બાદ મધરાત્રે ટ્રક તથા ટાટાસુમો જેવી ગાડીઓ લઈને નીકળી પડતા કસાઈઓ ગાય તથા અન્ય પશુઓની ચોરી કરી ને તેમની કતલ કરી રહ્યા છે જા કોઈ નાગરીક તેમને રોકવાનો પ્રયાસ કરે તો લાકડી ઉપરાંત ધારીયા જેવાં શસ્ત્રો  લઈ આવતા કસાઈઓ તેમની ઉપર પણ હિસક હુમલો કરતા ખચકાતા નથી જેના કારણે માલધારી સહીત પશુપાલન કરતા તમામ નાગરીકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ સ્થિતિમાં એરપોર્ટ પોલીસની હદમા બે ગાયોની ચોરી કરતા કસાઈઓને રોકવા જતા મહીલાને મારવાની ધમકીઓ મળી છે જ્યારે દાણીલીમડામા ગેરકાયદેસર રીતે કપાયેલા ૧૦૦ કિલોનો પશુમાંસ મળી આવતા ચકાચાર મચી છે

સરદારનગર ભીલવાસ નજીક રમેશદત્ત કોલોનીમા રહેતા શામળભાઈ રબારી તેમની સાત ગાયો ઘરની આગળ જ ખુલ્લા વાડામાં બાંધી રાખે છે રવિવારે સવારે શામળભાઈ જાગતા તેમની બે ગાયો ગાયબ હતી શોધખોળ કરતા નજીકમાં રહેતા કૈલાસબેન ભીલે (૫૨) રાત્રે ૩ વાગ્યાના સુમારે સફેદ રંગની ટૂકમાં ચાર માણસો આવ્યા હતા જે ખુણેથી છોડીને બે ગાયો લઈ ગયા હોવાનું કહ્યુ હતુ કૈલાસબેન કસાઈઓને ગાય ચોરતા જાઈ બુમાબુમ કરતા કસાઈઓએ તેમને ઘરમા જતા રહે નહી તો માર પડશે તેમ કહેતા ચાર જેટલા શખ્શોને જાઈ ગભરાઈ ગયેલા કૈલાસબેન ઘરમા ઘુસી ગયા હતા શામળભાઈએ ્‌ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.

જ્યારે દાણીલીમડા પોલીસને બાતમી મળતા શનિવારે રાત્રે બહેરામપુરા રામ રહીમના ટેકરા પર આવેલી નગીના મસ્જીદ હસન ટી સ્ટોલ નજીકની ગલીમા આવેલા એક મકાનમાં દરોડો પાડ્યો હતો જ્યા ગેરકાયદેસર રીતે કતલ કરેલા પશુમાંસનો ૧૦૦ કિલોનો જથ્થો મળી આવ્યો હતો

પોલીસને જાત જ એક ઈસમ ત્યાથી ભાગી છુટ્યો હતો જા કે ચોર પોલીસની રમત બાદ થોડે દુરથી મહંમદ હુસેન શકુરભાઈ કુરેશી નામના શખ્શને ઝડપી લઈ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવી છે જ્યારે નમુના લઈ તેમને ટેસ્ટ માટે મોકલાયા છે જ્યારે અન્ય માસનો જથ્થો નાશ કરવા મોકલી અપાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.