ક્રષ્ણનગરમાં મોબાઈલ ઝુટવી ભાગતો ઈસમ ઝડપાયો
અમદાવાદ: ક્રિષ્નાનગરના રાત્રીના સુમારે ઘર નજીક આટો મારવા નીકળેલા યુવકના હાથમાંથી ફોન કરવાના બહાને ફોન ચોરીને ભાગી રહેલા બેમાંથી એક ચોરને યુવાને મિત્રોની મદદથી ઝડપી લઈ પોલીસ સોપી દીધો હતો.
દિપ શાહ ગુજરાત હાઉસીગ બોર્ડના મકાનમા કૃષ્ણનગર ખાતે રહે છે કપડાની દુકાનમાં નોકરી કરતા દિપભાઈ રવિવારે નોકરી પરથી ઘરે આવી રાત્રે નવ વાગ્યાના સુમારે ઘર નજીક મિત્રો સાથે આટો મારીને નીળ્યા હતા ત્યારે એકટીવા પર આવેલા બે શખ્શો સંબંધીને ફોન કરવા માટે દીપભાઈને ફોન માગ્યો હતો
જા કે ફોન આપતાં જ એકટીવા ચાલકો ભાગવા લાગ્યા હતા પરતુ દીપભાઈ તુરત એકટીવાને પાછળથી પકડી લેતા સ્લીપ ખાઈને બંને શખ્શો પડી ગયા હતા દિપભાઈએ હસમુખ ઉર્ફે પરમાર ને ઝડપી લીધો હતો જ્યારે તેનો સાગરીત શૈલેષ પ્રકાશભાઈ પરબ અમરદીપ સોસાયટી કૃષ્ણનગર ભાગવામા સફળ રહ્યો હતો દિપભાઈએ બુમાબુમ કરતા મિત્રો પણ આવી પહોચ્યા હતા અને હસમુખને ક્રિષ્નાનગર પોલીસને સોપ્યો હતો.