સુરતમાં રૂ.૪.૪૦ કરોડના ખર્ચે બનેલ મલ્ટીલેવલ પાર્કિંગનું લોકાર્પણ
સુરત , સુરત મહાનગરપાલિકા ઘ્વારા પંડિત દીનદયાળ ઉપાઘ્યાય સેવા ઉજવણી અંતર્ગત વિવિધ ઝોન વિસ્તારમાં રૂ।.૩૨ર૮.૫૧ કરોડના ખર્ચ પૈકી સેન્ટ્રલ ઝોન ખાતે નવનિર્મિત તથા નિર્મિત થનાર વિવિધ પ્રકલ્પોની લોકાર્પણવિધિ તા.૧૭/૦૨/૨૦૨૦ ના રોજ માન. મેયર ર્ડા.જગદીશ પટેલના પ્રમુખ પદે તથા સંબધિત સમિતિના અઘ્યક્ષના વરદહસ્તે કરવામાં આવેલ છે.
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ગોપીતળાવના એન્ટ્રી ગેટ (નવસારી બજાર મેઈન રોડ) પાસે રૂ.૪.૪૦ કરોડના ખર્ચે બનેલ મલ્ટીલેવલ પાર્કિંગનું લોકાર્પણ શ્રી સોમનાથભાઈ મરાઠે માન. અધ્યક્ષ જાહેર બાંધકામ સમિતિના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં (૧) બેઝમેન્ટમાં ૩૫ નંગ ટુ વ્હીલર અને ૧૪ નંગ કાર (ર) ગ્રાઉન્ડ ફલોર ઉપર ૨૮ ટુ વ્હીલર અને ૧૪ નંગ કાર (૩) ફર્સ્ટ/સેકન્ડ ફલોર ઉપર ૨૮ નંગ ટ વ્હીલર અને ૧૪ નંગ કાર (૪) ટેરેસ ઉપર ર૪ ટ વ્હીલર અને ૧૫ નંગ કારનું પાર્કિંગ થઈ શકશે. આ લોકાર્પણ થવાથી ગોપીતળાવની મુલાકાતે આવનાર મુલાકાતી અને શહેરીજનોને તેમના વિવિધ પ્રકારના વાહનો પાક કરવાનો લાભ મળશે.
ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ માટે રૂ।.. ૪. #૪ કરોડના ખર્ચે ખરીદેલ ૭ નંગ ”વોટર કમ ફોમ ફાયર ટેન્ડર” નું લોકાર્પણ શ્રી ભવાનભાઈ સીસારા માન. અધ્યક્ષ લાઈટ એન્ડ ફાયર (એક્ષટીં.) સમિતિના વરદહસ્તે કરવામાં આવ્ય હતું. શહેરમાં વિવિધ હાઈરાઈઝડ બિલ્ડીંગો, ટેક્ષટાઈલ માકેટો, ઓદ્યોગિક સંકુલો, પેટ્રોલપંપો, જરીના કારખાના, ટેક્ષટાઈલ પ્રોસેસ યુનિટો વિગેરેમાં લાગતી આગને તાકીદે કાબમાં લેવાની હોય છે. આ આગોમાં એકસરખું પાણી તેમજ ફોમનો ઉપયોગ કરી આગને નિયંત્રણ કરવા માટે ઉપયોગી બનશે.
આ ”વોટર કમ ફોમ ફાયર ટેન્ડર” ની બનાવટ 1/17 16101૫-101-1 ચેસીસ પર કરવામાં આવેલ છે. આ વાહનની પાણીની ક્ષમતા (પ /1159રિ 1/%૫16) ૫૦૦૦ લીટર છે. અને ફોમ ટેન્કની ક્ષમતા ૫૦૦ લીટર છે. આ વાહનના પંપની કેપેસીટી ૪૦૦૦ 1.010 101€/017* જેટલી છે. આ વાહનમાં લાગેલ મોનીટર રીમોટ કંટ્રોલ ઘ્વારા સંચાલિત છે. આ ”વોટર કમ ફોમ ફાયર ટેન્ડર”ની ચેસીસની કિંમત-૧ €,૫૨,૦૦૦/- અને ફેબ્રિકેશન કિંમત ૪૯,૯૧,૪૦૦/- આમ કુલ મળી એક વાહનની કિંમત ૬ :,૪૩,૪૦૦/- જેટલી છે.
સેન્ટ્રલ ઝોન ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમમાં માન.ડે.મેયર શ્રી નિરવ શાહ, માન.સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી અનિલભાઈ ગોપલાણી, માન. શાસકપક્ષ નેતાશ્રી ગિરિજાશંકર મિશ્રા, માન. દંડક શ્રીમતી દક્ષાબેન જરીવાલા, માન.વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ, માન.મ્યુ.સદસ્યશ્રીઓ, માન.મ્ય.અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ, પ્રેસ- મીડીયાના કર્મચારીઓ તથા જાહેર જનતા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.