Western Times News

Gujarati News

રજવાડી ઠાઠમાઠ સાથે ઉદયપુરમાં લગ્ન કરશે રશ્મિકા અને વિજય

મુંબઈ, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના લગ્નના તાંતણે બંધાવવા જઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે, તેવામાં એક વેડિંગ કાર્ડ(કંકોત્રી) સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચાહકોની ખુશી બમણી થઈ ગઈ છે. અત્યાર સુધી ફેબ્›આરીના અંતમાં બંને લગ્ન કરશે તેવી ચર્ચાઓ હતી, જે પછી હાલ સોશિયલ મીડિયા પર લગ્ન અને રિસેપ્શનની તારીખવાળું કાર્ડ વાઈરલ થયું છે.

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના નામથી જે કાર્ડ વાઈરલ થઈ રહ્યું છે તે મુજબ બંને ૨૬ ફેબ્›આરીના રોજ એક ખાનગી સેરેમની યોજી લગ્નના બંધનમાં બંધાશે. તે બાદ ૪ માર્ચનો રોજ કપલનું રિસેપ્શન ગોઠવવામાં આવશે. યુગલે લગ્ન કરવા માટે ઉદયપુરમાં એક હેરિટેજ પ્રોપર્ટીનું લોકેશન ફાઇનલ કર્યું છે.

વિજય દેવરકોંડાના નામે વાઈરલ થયેલા આ વેડિંગ કાર્ડમાં તારીખનો ઉલ્લેખ કરી લખવામાં આવ્યું છે કે, ‘અમારા પરિવારોના પ્યાર અને આશીર્વાદથી હું અને રશ્મિકા ૨૬.૦૨.૨૬ના રોજ એક નાનકડા અને ખાસ સમારોહમાં લગ્ન કરીશું.

યુગલે ૩ ઓકટોબરના રોજ હૈદરાબાદમાં સગપણ કર્યું હતું. જોકે તેમણે સગપણની પુષ્ટિ કરી ન હોતી. રશ્મિકા અને વિજયે ૨૦૧૮માં ગીતા ગોવિંદમ ફિલ્મમાં કામ કર્યું હતું આ પછી ૨૦૧૯માં તેમણે ડિયર કોમરેડમાં કામ કર્યું અને ત્યાર પછી તેમના સંબંધોની ચર્ચા થવા લાગી હતી. તેઓ અનેક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. જો કે આ વેડિંગ કાર્ડ વાઈરલ છે, બંનેમાંથી કોઈએ પણ સત્તાવાર જાહેરાત કરી નથી, આમાં લખેલી તારીખની પુષ્ટિ ગુજરાત સમાચાર કરતું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.