Western Times News

Gujarati News

JEE મેઈન 2026 સેશન-1: દેશના 12 વિદ્યાર્થીઓમાંથી 100 પર્સેન્ટાઇલ મેળવનાર 8 વિદ્યાર્થી એલનના

અમદાવાદ, એલનના કબીરે 300 માંથી 300નો પરફેક્ટ સ્કોર કર્યો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા JEE Main 2026 જાન્યુઆરી સેશનના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના સીઇઓ નિતિન કુકરેજાએ જણાવ્યું કે જેઇઇ મેન 2026ના પરિણામોમાં એલને ફરી એકવાર પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરી છે. Allen Career Institute – 7 Out Of 12 Students With 100 Percentile In The Country Are From Allen.

દેશભરમાં કુલ 12 વિદ્યાર્થીઓને ઓવરઓલ 100 પર્સેન્ટાઇલ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 8 વિદ્યાર્થી એલન ક્લાસરૂમના છે. 2026ના પ્રથમ મોટા પરિણામમાં એલનના વિદ્યાર્થીઓએ સતત ઉત્તમ પરિણામો જાળવી રાખ્યા છે અને પરફેક્ટ સ્કોર સાથે 100 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે.

એલન કોટા ક્લાસરૂમના વિદ્યાર્થી કબીર છિલ્લરે પરફેક્ટ સ્કોર પ્રાપ્ત કર્યો છે. 100 પર્સેન્ટાઇલ સાથે કબીરે 300માંથી 300 ગુણ મેળવ્યા છે. કબીર છેલ્લા બે વર્ષથી એલન કોટામાં રેગ્યુલર ક્લાસરૂમ વિદ્યાર્થી રહ્યો છે. ઉપરાંત અર્નવ ગૌતમ, શુભમ કુમાર, ભાવેશ પાત્રા, અનય જૈન, નિમય પુરોહિત અને ચિરંજીબ કરએ ક્લાસરૂમ કોર્સમાંથી 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. શ્રેયસ મિશ્રાએ OLTSમાંથી 100 પર્સેન્ટાઇલ મેળવ્યો છે.

99 પર્સેન્ટાઇલથી વધુ સ્કોર કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. પરિણામોની ઓથેન્ટિસિટી અને ટ્રાન્સપેરન્સી જાળવવા માટે એલને ફરી એકવાર દેશની અગ્રણી ઓડિટ ફર્મ EY ઇન્ડિયા દ્વારા પરિણામોની માન્યતા કરાવી છે.

નિતિન કુકરેજાએ જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં આઇઆઇટીમાં પ્રવેશ મેળવનાર દરેક ચોથો વિદ્યાર્થી એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટનો રહ્યો છે. જેઇઇ મેન અને એડવાન્સ્ડ બંનેમાં એલને ક્વોલિટી અને ક્વાન્ટિટી બંને ક્ષેત્રમાં સતત શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. છેલ્લા બે વર્ષથી એલન સતત ઓલ ઇન્ડિયા રેન્ક 1 સાથે ટોપ 100 માં રેન્ક્સ મેળવતું આવ્યું છે અને કુલ મળીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જેઇઇ એડવાન્સ્ડ માટે ક્વોલિફાઇડ થયા છે.

જેઇઇ-મેન પરીક્ષા 2026: આ પરીક્ષા 21 થી 29 જાન્યુઆરી દરમિયાન યોજાઈ હતી, જેમાં 13 લાખથી વધુ વિદ્યાર્થીઓએ B E, B Tech પરીક્ષા 21 થી 28 જાન્યુઆરી દરમિયાન આપી હતી. પરિણામોમાં 13 લાખ વિદ્યાર્થીઓના એનટીએ સ્કોર 7 ડેસિમલ સુધી જાહેર કરવામાં આવ્યા છે.

કુલ એનટીએ સ્કોર સાથે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના સબજેક્ટવાઇઝ એનટીએ સ્કોર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ એનટીએ સ્કોર વિદ્યાર્થીઓએ આપેલા શિફ્ટમાં હાજર કુલ વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમના Raw Score કરતાં સમાન અથવા ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના આધારે જાહેર કરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.